Western Times News

Gujarati News

પ્રતિકૂળ વાતાવરણની અસરથી કપાસનું ઉત્પાદન ઘટી ગયું

ગાંધીનગર, ભારતમાં અને ગુજરાતમાં કોટનનું ઉત્પાદન લક્ષ્યાંક કરતાં ઓછું થયું છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા આંકડા પ્રમાણે દેશમાં કોટનનું ઉત્પાદન આ વર્ષે ૧૨ લાખ ગાંસડી ઓછું થયું છે જ્યારે ગુજરાતમાં ગયા વર્ષના ૯૭.૫૦ લાખ ગાંસડીના ઉત્પાદન સામે ૯૨ લાખ ગાંસડી થયું છે.

જાેકે રાજ્યના કૃષિ વિભાગના આંકડા હજી વધારે ઘટાડો જાેઇ રહ્યાં છે. પાકના અંદાજ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ૨૦૧૯-૨૦ના વર્ષમાં કોટનનું વિક્રમી ૧૦૬.૯૪ લાખ ગાંસડી ઉત્પાદન થયું હતું. કોટનની એક લાખ ગાંસડીમાં ૧૭૦ કિલોગ્રામ કોટન આવે છે. નવેમ્બરમાં જે અંદાજ રાખવામાં આવ્યો હતો તેનાથી પાંચ લાખ ગાંસડી ઉત્પાદન ઓછું છે.

રાજ્યના કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોટનનું ઉત્પાદન ૯૧.૫૦ લાખ ગાંસડી થયું હોવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જ્યારે ભારતમાં એસોસિયેશને સીઝનના કોટનના પાકમાં ૩૬૦ લાખ ગાંસડીનો અંદાજ રાખ્યો હતો પરંતુ તે ઘટાડીને ૩૪૮ લાખ ગાંસડી કર્યો છે.

ગુજરાતની સ્થાનિક મંડીમાં ૩૪ લાખ ગાંસડીનું આગમન થઇ ચૂક્યું છે. ભારતમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં ૩૩૩.૦૦ લાખ, ૨૦૧૯-૨૦માં ૩૬૫.૦૦ લાખ અને ૨૦૨૦-૨૧માં ૩૫૩.૮૪ લાખ ગાંસડીનું ઉત્પાદન થયું છે. દેશમાં ૨૦૨૧-૨૨ના વર્ષમાં કોટનનું ઉત્પાદન ૩૬૦.૦૦ લાખ ગાંસડીનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો પરંતુ તેમાં ઘટાડો થયો છે.

ગુજરાતની જેમ પંજાબ, ઓરિસ્સા, હરિયાણા, રાજસ્થાન, તેલંગાણા અને કર્ણાટકમાં પણ કપાસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જાેકે સૌથી વધુ ઘટાડો એકમાત્ર ગુજરાતમાં નોંધાયો છે. કોટનનો વાવેતર વિસ્તાર ૨૨.૫૦ લાખ હેક્ટર છે જે અન્ય પાકોના વાવેતર વિસ્તારમાં સૌથી વધુ જાેવા મળે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.