Western Times News

Gujarati News

વિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદના ખેપિયાને સાઠંબા પોલીસે ઝડપી પાડયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદનો ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઠાલવવા બુટલેગરો દ્વારા વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું અનેકવાર સાબિત થઈ ચૂક્યું છે

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ મુખ્ય અને અંતરીયાળ માર્ગો પરથી દારૂની હેરાફેરી અટકાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી છે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અંતરીયાળ માર્ગોનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે

અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં હઠીપુરા બસ સ્ટેશન નજીક એક ઝ્રદ્ગય્ રીક્ષામાંથી વિદેશી દારૂની ૨૦૨ બોટલ સાથે અમદાવાદના એક ખેપિયાને સાઠંબા પોલીસે રંગે હાથે દબોચી લઈને બુટલેગરના મનસૂબા પર પાણી ફેરવી નાખવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

છેલ્લા ઘણા સમયથી સાઠંબા પોલીસ મથકના વિસ્તારમાંથી નિયમિત રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની વ્યાપક લોકચર્ચાએ જાેર પકડયું છે. ત્યારે આ લોકચર્ચા વચ્ચે સાઠંબા પોલીસ મથકના મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર શિલ્પા પરમારે પોલીસ કાફલા સાથે સક્રિય થઈ ધોળીડુંગરી બાજુથી સાઠંબા માર્ગ પર પેટ્રોલીંગ દરમિયાન બાતમીવાળી રીક્ષા આવતાં

હઠીપુરા બસ સ્ટેન્ડ નજીક રોકી ચેક કરતાં રીક્ષાના સીટના નિચેના ભાગમાંથી વિવિધ વિદેશી દારૂની બોટલ /ટીન નંગ. ૨૦૨ ઝડપી પાડી હતી. વિદેશી દારૂ, મોબાઈલ, રીક્ષા સહિત કુલ મુદ્દામાલ રૂપિયા ૧,૪૨,૦૦૦/- સાથે સાબરમતી, અમદાવાદના બુટલેગર પ્રમોદ રમેશ જીવણ પરમારને આબાદ રંગેહાથ ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.