Western Times News

Gujarati News

ખૈલયાઓ ગરબા ગ્રાઉન્ડ પર કીચડ વચ્ચે મનમૂકી ગરબે ધૂમ્યા

ભરૂચ: ભરૂચ ના સિદ્ધનાથ નગર,રિધમ ગરબા ગૃપ,પટેલ સોસાયટી,દુધધારા ડેરી ગ્રાઉન્ડ સહિત અનેક ગરબા ગ્રાઉન્ડ પર વરસાદી પાણી ભરાયા હતા.  ભરૂચ માં સંધ્યાકાળ ના સમયે વાતાવરણ માં અચાનક પલ્ટો આવી જતા વીજળી ના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતાં બે કલાક માં પોણા બે ઈંચ વરસાદ ખાબકતા ગરબા ગ્રાઉન્ડો પર પાણી ભરાઈ જતા ખૈલયાઓ ગરબા ગ્રાઉન્ડ ઉપર ભરાયેલા પાણી અને કાદવ કીચડ વચ્ચે પણ ગરબે ધૂમ્યા હતા.

માં જગદંબા ની આરાધના નો પર્વ આસો નવરાત્રી ની ધૂમધામ પૂર્વક ઉજવણી થઈ રહી છે.ત્યારે આસો નવરાત્રી ના ગરબા પણ અંતિમ ચરણો માં છે ત્યારે આસો નવરાત્રી ની આઠમ એટલે કે હવનાષ્ટમી ના દિવસે સંધ્યાકાળ ના સમયે અચાનક વાતાવરણ માં પલ્ટો આવી જતા આકાશ માં પણ વાદળો ની ફોઝ ઉતરી આવી હોય તેમ મુશળધાર વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખૈલયાઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા.સતત બે કલાક મુશળધાર વરસાદ વરસતા ભરૂચ માં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જેના પગલે ભરૂચ શહેર ના નીચાણવાળા વિસ્તારો માં જળબંબાકાર ના દ્રશ્યો સર્જાયા હતા.પરંતુ ભરૂચ ના ગરબા ગ્રાઉન્ડો પર પણ વરસાદી પાણી ભરાઈ જતા કેટલાક ગરબા ગ્રાઉન્ડો પર ખૈલયાઓ ચિંતાતુર બન્યા હતા. તો ભરૂચ ના સિદ્ધનાથ નગર ના ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ફરી વળતા કાદવ કીચડ ના સામ્રાજ્ય ના કારણે ખૈલયાઓ ની સંખ્યા મોટી પ્રમાણ માં જોવા મળતા આયોજકો એ પણ ખૈલયાઓ નિરાશ ન થાય તે માટે ગરબા ગ્રાઉન્ડ ની બહાર આર.સી.સી રસ્તા ઉપર ગરબા રમાડવામાં આવ્યા હતા.

મોડી રાત્રી એ દશ વાગ્યે કલાવૃંદે ગીતો ની રમઝટ બોલાવતા ખૈલેયાઓ મનમુકી ને ઝૂમી ઉઠ્યા હતા.
તો બીજી તરફ ભરૂચ ના એ.બી.સી ચોકડી સ્થિત ગેલેક્ષી પાર્ટી પ્લોટ માં રિધમ ગૃપ દ્વારા ગરબા નું આયોજન કરાયું છે

જેમાં આસો નવરાત્રી ની આઠમ ના દિવસે સંધ્યાકાળ ના સમયે મુશળધાર વરસાદ ના કારણે ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કીચડ ના કારણે આયોજકો ચિંતાતુર બન્યા હતા.પરંતુ બે કલાક વરસેલા વરસાદ બાદ મેહુલિયો અદ્રશ્ય થઈ જતા ગરબા આયોજકો એ ગ્રાઉન્ડ ની સફાઈ કરાવી રાત્રી એ ૧૧ કલાકે ખૈલયાઓ માટે ગ્રાઉન્ડ ખુલ્લું મુકાયુ હતું.

ખૈલયાઓ પણ એટલા ઉત્સુકત હતા કે ગરબા ગ્રાઉન્ડ ઉપર કાદવ કીચડ નું સામ્રાજ્ય હોવા છતાં ખૈલેયાઓ મનમુકી ને ગરબે ધૂમ્યા હતા. ભરૂચ ના કસક વિસ્તાર માં ભૃગુપુર પટેલ સોસાયટી માં પણ ગરબા નું આયોજન છેલ્લા સાત દિવસ થી ચાલી રહ્યું હતું ત્યાં જ આઠમા દિવસે મેહુલિયો મનમુકી ને બે કલાક વરસતા ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ભરાયા હતું.

જે વરસાદે વિરામ લેતા આયોજકો એ તાબડતોડ ગરબા ગ્રાઉન્ડ ની સાફ સફાઈ કરાવી ગ્રાઉન્ડ માં ભરાયેલ પાણી ને ઉલેચાવી એ ગરબા ગ્રાઉન્ડ ખૈલયાઓ માટે ખુલ્લું મુકાતા ખૈલયાઓ પણ મનમુકી ને ઝૂમી ઉઠ્યા હતા.તો ભરૂચ ના દુધધારા ડેરી ઉપર રિલાયન્સ દ્વારા ગરબા નું આયોજન કરાયું હતું પંરતુ ગ્રાઉન્ડ માં વરસાદી પાણી ભરાઈ જતા ખૈલયાઓ નિરાશ જોવા મળ્યા હતા.તો ગરબા ગ્રાઉન્ડ માં પાણી વધુ પ્રમાણ માં હોવાથી ગરબા રદ્દ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

તો બીજી તરફ ભરૂચ ના રચના નગર ખાતે પણ ગરબા ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.જે આયોજકો એ ગરબા ગ્રાઉન્ડ ની સાફ સફાઈ કરી મોડી રાત્રી એ ગરબા ગ્રાઉન્ડ ખૈલયાઓ માટે ખુલ્લું મૂક્યું હતું.જે આસો નવરાત્રી માં વરસાદ ના કારણે દશમ ના દિવસે પણ કેટલાક ગરબા ગ્રાઉન્ડો પર ગરબા નું આયોજન યથાવત રાખવાનું પણ જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.