Western Times News

Gujarati News

રાજકોટ પોલીસ કમિશનર સામે JCPએ પ્રાથમિક તપાસના આદેશ આપ્યા

(એજન્સી) રાજકોટ, રાજકોટ દક્ષિણ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના આધારે રાજકોટના જાેઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદે શનિવારે આરોપોની પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આરોપોની તપાસ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી)ને સોંપી છે.

અહેમદે જણાવ્યું હતું કે, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા પત્રમાં કરાયેલા આક્ષેપો અંગે અમે તપાસ કરીશું. જેસીપીક્રાઈમ ડી વી બસીયા તપાસ હાથ ધરશે અને બને તેટલો જલ્દી રિપોર્ટ સબમિટ કરશે. જાે પૂછપરછમાં કંઈપણ નોંધપાત્ર બહાર આવશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ કેસના તથ્યો અને કરાયેલા આક્ષેપો જાણવા માટે આ એક પાયાની તપાસ છે. શું થયું અને કેવી રીતે આરોપો બહાર આવ્યા તે શોધી કાઢવામાં આવશે.’

પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા ૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને લખવામાં આવેલ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ‘રાજકોટ પોલીસ કમિશનર પૈસા વસુલવા માટે ગુંડાઓની જેમ હવાલા લઈ રહ્યા છે જાેકે, કોઈનું નામ લીધા વિના.

રાજકોટ શહેર પોલીસ કમિશનરે નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી વસૂલ કરેલા નાણાંના ૧૫% કમિશનની માંગણી કરી છે, આ પત્ર સામે આવતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હકડંપ મચી ગયો છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રીને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ‘આવી ઘણી ઘટનાઓ છે, જેમાંથી એક રાજકોટના વેપારી મહેશ સખીયાની છે જેણે તમને લેખિત ફરિયાદ કરી હતી. પટેલે આક્ષેપ કર્યો હતો કે ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીની એફઆઈઆર દાખલ કરી ન હતી

અને તેના બદલે ૭ કરોડની વસૂલાત રકમમાંથી ૧૫% કમિશન માંગ્યું હતું. ૭ કરોડની વસૂલાત માટે કમિશનરે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ૭૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બાકીના ૩૦ લાખ રૂપિયા ચૂકવવા માટે સખિયા પર દબાણ કરી રહ્યા હતા, એમ પત્રમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.