Western Times News

Gujarati News

વિદેશથી આવનારાઓને હવે હોમ ક્વોરેન્ટાઈનમાંથી મુક્તિ

નવી દિલ્હી, કોરોનાના ઘટી રહેલા કેસ વચ્ચે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.જેમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરનારા લોકો અને વિદેશથી આવનારા લોકોને મોટી રાહત આપવામાં આવી છે.

સરકારની નવી ગાઈડ લાઈન 14 ફેબ્રુઆરીથી લાગુ પડશે.જે પ્રમાણે કોરોનાના જોખમવાળા દેશો અને બીજા દેશો વચ્ચે હવે કોઈ ફરક નહીં રહે.વિદેશી આવનારા લોકોને સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈનમાં પણ નહીં રહેવુ પડે.તેમણે 14 દિવસ સુધી જાતે પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.

જોકે જે મુસાફરો ભારત આવવા માંગતા હશે તેમણે મુસાફરી પહેલા હવાઈ સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિકલેરેશનમાં જાણકારી આપવી પડશે અને પાછલા 14 દિવસમાં કરેલી મુસાફરીની માહિતી આપાવની રહેશે.

સાથે સાથે મુસાફરીના 72 કલાકની અંદર નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ કે વેક્સીનના બંને ડોઝ લીધા હોવાનુ પ્રમાણપત્ર રજૂ કરવાનુ રહેશે.જે મુસાફરોમાં કોરોનાના લક્ષણ નહીં હોય તેમને જ વિમાનમં બેસવાની છુટ અપાશે.

વિમાનના ક્રુએ પણ જો મુસાફરી દરમિયાન કોઈ મુસાફરમાં કોરોનાના લક્ષણ દેખાય તો તેને આઈસોલેટ કરવાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.