Western Times News

Gujarati News

રેસલર ગ્રેટ ખલી ભાજપમાં જોડાયા

નવી દિલ્હી,  જાણીતા રેસલર ધ ગ્રેટ ખલીએ હવે રાજકારણની દુનિયામાં એન્ટ્રી મારી છે. પંજાબ વિધાનસભા ચૂંટણીના વાગી રહેલા પડઘમ વચ્ચે ખલી ભાજપમાં સામેલ થઈ ગયા છે.ખલીએ આજે દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયમાં પાર્ટીનુ સભ્ય પદ સ્વીકાર્યુ હતુ.

તેમનુ અસલી નામ દિલિપ સિંહ રાણા છે.ભાજપ જોઈન કર્યા બાદ ખલીએ કહ્યુ હતુ કે, પૈસા કમાવા હોત તો હું અમેરિકામાં જ રોકાઈ ગયો હોત પણ ભારત સાથે પ્રેમ છે એટલે હું પાછો ફર્યો છું.

ખલીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીના સ્વરુપમાં દેશને યોગ્ય વડાપ્રધાન મળ્યા છે.મને પણ લાગ્યુ હતુ કે, મારે દેશને આગળ લઈ જવામાં યોગદાન આપવુ જોઈએ.હું પીએમ મોદી અને ભાજપની વિચારધારાથી પ્રભાવિત છું.

ખલીએ કેન્દ્રના મંત્રી જિતેન્દ્રસિંહ અને સાંસદ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહની હાજરીમાં ભાજપ જોઈન કર્યુ હતુ. પંજાબ ચૂંટણીને જોતા ખલી ભાજપ માટે મોટો ચહેરો બની શકે છે.ડબલ્યુડબલ્યુઈમાં દિગ્ગજ રેસલરોને પછાડનાર ખલી આ પહેલા આપ માટે પ્રચાર કરી ચુકયા છે.તેઓ કેટલીક હોલીવૂડ ફિલ્મોમાં પણ જોડાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.