Western Times News

Gujarati News

જયલલિતાના મોતનું કારણ શોધવા ડોક્ટરોની પેનલ બનાવાઈ

ચેન્નઈ, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતા કઈ રીતે થયું તેને લઈને ઘણી વખત સવાલ ઉઠ્‌યા છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જયલલિતાના મોત મામલે તપાસ માટે એક કમિટી બનાવી છે. જસ્ટીસ એ અરુમુધસ્વામી પંચની મદદ માટે એઈમ્સના ડોક્ટરોનું ૮ સભ્યોનું મેડિકલ બોર્ડ બનાવાયું છે. આયોગે આ સંદર્ભે ૧૬ ફેબ્રુઆરીએ એક બેઠક પણ બોલાવી છે.

દિલ્હી સ્થિત AIIMSના એન્ડોક્રાઈનોલોજી વિભાગના હેડ ડો. નિખિલ ટંડન આ પેનલના અધ્યક્ષ હશે. તે ઉપરાંત ડો રાજીવ નારંગ, ડો. અનંદ મોહન, ડો. વિમી રેવાડી, ડો. નીતિશ નાયક અને ડો. વી દેવગોરો પેનલના સભ્ય બનાવાયા છે. ડો. અનંત નવી કે રેડ્ડી સભ્ય સચિવ હશે અને ડો. વિશાલ ફોગટ સુપરવાઈઝર હશે.

મદ્રાસ હાઈકોર્ટએ ૪ એપ્રિલ, ૨૦૧૯એ જયલલિતાના મોતની તપાસ માટે બનાવાયેલા એક તપાસ પંચ પર એપોલો હોસ્પિટલના વાંધાને ફગાવી દીધા હતા. તે પછી મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૧એ સુપ્રીમ કોર્ટએ જયલલિતાના મોતની તપાસ માટે પંચ બનાવવાનો આદેશ આપ્યો હતો.
૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૬એ ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં જયલલિતાનું નિધન થઈ ગયું હતું. તે પછી મોતના કારણોને જાણવા માટે ૫ ડિસેમ્બર, ૨૦૧૬એ એઆઈએડીએમકે સરકારે તપાસ પંચ બનાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જયલલિતા અત્યંત વૈભવશાળી જીવન જીવતા હતા. ૧૯૯૧માં ૪૩મા વર્ષ જયલલિતા તામિલનાડુનાં સૌપ્રથમ અને યુવા મુખ્યમંત્રી બન્યાં હતાં. જયલલિતા સૌપ્રથમવાર મુખ્યમંત્રી બન્યા તે સમયમાં ૧૯૯૫માં તેમના ઓરમાન પુત્ર સુધાગરન(કે સુધાકરન)ના લગ્ન અત્યંત વૈભવી રીતે તેમણે ઉજવ્યા હતા. તેમાં ૧,૫૦,૦૦૦થી વધુ મહેમાનોને આમંત્રણ અપાયું હતું. ચેન્નઈમાં ૫૦ એકરના મેદાનમાં આ સમારંભ યોજાયો હતો.

સૌથી મોટા લગ્ન સમારંભનો ગિનીસ બુકનો વર્લ્‌ડ રેકોર્ડ આ સમારંભનાં નામે છે. તે સમયે ૭૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જયલલિતાનાં માતા અભિનેત્રી હતાં. માતાના પગલે જયલલિતા પણ અભિનેત્રી બન્યાં હતાં. ૧૫ વર્ષની વયે કન્નડ ફિલ્મમાં ભૂમિકા ભજવી, જે સફળ નીવડી. તેમણે ક્લાસિકલ મ્યુઝિક, વેસ્ટર્ન ક્લાસિકલ પિયાનોની તાલીમ લીધી હતી. ભરતનાટ્યમ, મોહિનિઅટ્ટનમ, મણિપુરી અને કથક નૃત્યમાં પણ તે નિષ્ણાત હતાં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.