Western Times News

Gujarati News

શિલ્પ-શિવાલિક બિલ્ડર્સ જૂથને ત્યાં આઈટીના દરોડા

અમદાવાદ, આવકવેરા વિભાગે અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના ત્યાં દરોડા પાડ્યા છે. શિલ્પ અને શિવાલિક બિલ્ડર્સ ગ્રુપની ઓફિસ અને નિવાસ સ્થાન ખાતે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ ૨૫ સ્થળોએ દરોડો પાડવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

શિવાલિક ગ્રુપની વાત કરીએ તો શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર ક્રોસ રોડ ખાતે આ ગ્રુપની ઓફિસ ‘શિવાલિક હાઉસ’ આવેલી છે. ૧૯૯૬માં સતીશ શાહે પોતાના દીકરા સાથે મળીને તેની શરૂઆત કરી હતી. સતીશ શાહ, તરલ સતીશ શાહ અને ચિત્રક સતીશ શાહ આ ગ્રુપના ડિરેક્ટર છે.
આ કંપનીની શરૂઆત કરવામાં આવી ત્યારે તેઓ રેસિડેન્શીયલ પ્રોજેક્ટ્‌સમાં જ હતા.

જ્યારે શિલ્પ ગ્રુપની વાત કરીએ તો શહેરના બોડકદેવ વિસ્તારમાં રાજપથ ક્લબની સામે ‘શિલ્પ હાઉસ’ નામની ઓફિસ આવેલી છે. આ ગ્રુપની શરૂઆત ૨૦૦૪માં તેના સંસ્થાપક અને સીઈઓ યશ બ્રહ્મભટ્ટ દ્વારા થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.