Western Times News

Gujarati News

દેશ સુપર પાવર બનવાની નજીક, ૯૬ ટકા વસતીને એક ડોઝ મળ્યો

નવી દિલ્હી, કોરોના વેક્સીન વિકસિત કરવા અને ઉત્પાદન ક્ષેત્રમાં ભારત દુનિયાનું સુપર પાવર બનવાની નજીક છે. આ વાત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહી છે. તેમણે જણાવ્યું કે, રસીકરણ યોગ્ય દેશની ૯૬ ટકા વસ્તીને અત્યાર સુધી પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે ૭૫ ટકાથી વધુ વસ્તીને બે ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

ડો. ભાર્ગવે જણાવ્યું કે મેસેન્જર આરએનએ (એમઆરએનએ) વેક્સીનની ક્લીનિકલ ટ્રાયલના ત્રણ તબક્કા પૂરા થઈ ચુક્યા છે. આ વેક્સીન કોરોના સંક્રમણથી બચાવ સિવાય ભવિષ્યમાં અન્ય બીમારીઓની સારવાર માટે ઉપયોગ થઈ શકશે. જાે અમારી સંસ્થાઓના કાર્યોને જાેવામાં આવે તો અમને તે કહેવામાં કોઈ શંકા નથી કે આપણે જલદી વેક્સીન સુપર પાવર હશું.

વેક્સીન દ્વારા આપણે અન્ય બીમારીઓને રોકવામાં સફળ થશું. આઈસીએમઆરના પ્રમુખે કહ્યું મોટી સંખ્યામાં દેશના લોકોએ રસીકરણ અભિયાનમાં સામેલ થવાનો ઉત્સાહ દેખાડ્યો, તેનું પરિણામ છે કે કોવિડ મહામારીની ત્રીજી લહેરને રોકવામાં આપણે સફળ રહ્યાં.

ત્રીજી લહેરમાં ખુબ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. મોટાભાગના લોકો સામાન્ય દવાઓ લઈને સાજા થઈ ગયા હતા. ૯૬ ટકા વસ્તીનું રસીકરણ અભિયાન સાથે જાેડાવું આપણા દેશની તાકાત છે. એમઆરએનએ વેક્સીનના મહત્વને સ્પષ્ટ કરતા નીતિ આયોજના સભ્ય ડો. વીકે પોલેસ કહ્યુ કે, આપણે આ પ્રકારની વેક્સીનની જરૂર છે. આ વેક્સીનનું નવું પ્લેટફોર્મ છે.

અમે આ પ્લેટફોર્મ પર વેક્સીન વિકસિત થતી જાેઈ છે. કોરોના વાયરસને રોકવા માટે આ પ્રકારની વેક્સીન બનાવવામાં આવી છે. દુનિયામાં આ પ્રયોગ સફળ રહ્યો છે. આ વેક્સીન અસરકારક રહી છે. આ વેક્સીન માનવતા માટે ભેટ છે. તેમાં દરેક વેરિએન્ટના કોવિડને રોકવામાં સફળતા મળી છે. ભવિષ્યમાં થનારી બીમારીઓને આ પ્રકારે રોકવાનો માર્ગ મળ્યો છે. ભારતમાં પુણેની કંપની જેનોવા બાયો ફાર્માસ્યુટિકલે આ દિશામાં નોંધનીય કાર્ય કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.