Western Times News

Gujarati News

પોતાની ગેંગની મદદથી ૬ રાજ્યોમાં નવ વર્ષ દરમિયાન ૩૩ હત્યાને અંજામ આપ્યા

ભોપાલ, ઘણા રાજ્યોમાં હત્યાને અંજામ આપનારો મધ્યપ્રદેશના ભોપાલનો સિરીયલ કિલર આદેશ ખામરાના અપરાધો સાંભળીને લોકો ડરી જાય છે. ભોપાલના સિરીયલ કિલર આદેશ ખમારાએ કુલ ૩૩ હત્યાઓ કરી છે, આ અપરાધ તેણે ખુદ કબુલ્યા પણ હતા.

સવારે કપડાં સિવનારો અને અને રાતના અંધારામાં હત્યા કરનારાો આ કિલર હાલ જેલમાં છે. આ ખોફનાક કારનામા વિશે તો તેના પરિવારને પણ જાણ ન હતી. પોલીસે આ સિરીયલ કિલર અને તેની ગેંગની ધરપકડ કરી લીધી છે. નવાઇની વાત એ છે કે, આ ચાલક અને ઘાતકી ખુનીને પોતે કરેલાં પાપનો કોઇ પસ્તાવો નથી.

લગભગ એક દાયકા પહેલા મહારાષ્ટ્રના અમરાવતી અને નાસિક પછી મધ્ય પ્રદેશમાં ટ્રક ડ્રાઈવરો અને હેલ્પરોની હત્યાના કિસ્સાઓ વધવા લાગ્યા હતા. ત્યારે પોલીસ પણ ડરવા લાગી હતી, ત્રણ રાજ્યો પછી યુપી અને બિહારમાં પણ ટ્રક ડ્રાઈવરોનાં શવ મળવા લાગ્યા હતા.

પછી બધા જ રાજ્યોની પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઇ હતી. બધા જ રાજ્યોની પોલીસ આ કેસમાં લાગી ગઇ એટલે તેમને આ કેસમાં થનારા મર્ડની પેટર્ન એકસમાન લાગી હતી.

પોલીસની ટીમને તપાસમાં જાણવા મળ્યું કે, મુખ્ય રુપથી આ હત્યાઓ ટ્રાન્સપોર્ટથી જાેડાયેલાં લોકોની થઇ રહી છે. હત્યાની ઘટનાઓમાં કડીથી કડી જાેડવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસમાં ભોપાલનાં મંડીદીપના આદેશ ખામરા નામના વ્યક્તિ સુધી પહોંચી ગઇ હતી.

પહેલા તો તેણે હત્યા વિશે કંઈ ન કહ્યું, પરંતુ પછી તેણે એવા ખુલાસા કર્યા કે પોલીસ પણ ચોંકી ગઇ હતી. તેણે પોતાની ગેંગની મદદથી ૬ રાજ્યોમાં નવ વર્ષ દરમિયાન ૩૩ હત્યાને અંજામ આપ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૮ માં રાયસેનનો માફન સિંહ ટ્રકમાં સરિયા લઇને નિકળ્યો હતો. પણ તે આદેશ ખામરાની ગેંગનો શિકાર બની ગયો હતો અને આ ટ્રક ભોપાલની પાસે લાવારિસ મળી આવ્યો હતુ. માખન સિંહ હત્યાકાંડની તપાસમાં પોલીસને ખામરાના પાર્ટનર જયકરણને પકડી પાડ્યો હતો. ત્યારબાદ આ કેસમાં આદેશ સહિત તાબડતોડ ૯ લોકોની ધરપકડ થઇ હતી. સુલતાનપુરનાં જંગલમાંથી આદેશ ખામરા અને તેની ગેંગની મહિલા પોલીસ એસપી બિટ્ટી શર્માએ ધરપકડ કરી હતી.

પોલીસનાં જણાવ્યાં પ્રમાણે આદેશને બધી જ ઘટના તારીખ સહીત યાદ હતી. પોલીસની તપાસમાં આદેશ ખામરાએ જણાવ્યું કે, તેણે ૩૩ લોકોની હત્યા કરી છે અને તેને આ હત્યા કરવાનો કોઇ પસ્તાવો પણ નથી.

ભોપાલ પોલીસ મુજબ આદેશે ગેંગ સાથે મળીને ૯ વર્ષમાં ૩૩ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. તે અને તેના સાથી ટ્રક ડ્રાઈવરો અને હેલ્પરોને કોઈ ઢાબા પર મળીને મિત્રતા કરતાં હતા. પછી તેમની હત્યા કરીને લુંટી લેતા હતા. આ સાથે ટ્રકનો સામાન બજારમાં વેચી નાખતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.