Western Times News

Gujarati News

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ કે માન્યતાનો ર્નિણય લેવાયો નથી: સીતારમણ

નવી દિલ્હી, ક્રિપ્ટો કરન્સીને ભારતમાં લિગલ દરજ્જાે મળ્યો છે કે નહીં તે વિશે જાતજાતની અટકળો થાય છે ત્યારે નાણામંત્રી ર્નિમલા સીતારમણ એ આ મુદ્દે પહેલી વાર મૌન તોડ્યું છે. નાણામંત્રી સીતારમણે આજે સ્પષ્ટતા કરી કે ક્રિપ્ટો કરન્સી પર બજેટમાં ટેક્સ નાખવામાં આવ્યો તેનો અર્થ એવો નથી કે ક્રિપ્ટોને કાનૂની માન્યતા મળી છે.

તેમણે કહ્યું કે અમે ક્રિપ્ટોને લિગલ બનાવવાનો, પ્રતિબંધ મુકવાનો કે રેગ્યુલેટ કરવાનો કોઈ ર્નિણય લીધો નથી. તાજેતરમાં બજેટમાં ક્રિપ્ટો કરન્સીની આવક પર ૩૦ ટકાના દરે ટેક્સ ઝીંકવામાં આવ્યો ત્યારે ઘણા લોકોને લાગ્યું કે સરકારે ક્રિપ્ટોને લિગલ માન્યતા આપી દીધી છે.

પરંતુ ર્નિમલા સીતારમણના આ નિવેદન પછી તેમને આંચકો લાગ્યો છે.નાણામંત્રીએ જણાવ્યું કે, હું તેને નથી લિગલ માન્યતા આપી રહી કે નથી પ્રતિબંધ મુકી રહી. આ વિશે કન્સલ્ટેશન કરવામાં આવશે ત્યાર પછી નક્કી થશે કે પ્રતિબંધ મુકવો કે નહીં. સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિસ ડિજિટલ કરન્સી બિલ લાવવા વિચારી રહી છે ત્યારે આ સ્પષ્ટતા કરવામાં આવી છે.

પ્રાઈવેટ ક્રિપ્ટો કરન્સીને લિગલાઈઝ કરવાનો આરબીઆઈ દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો છે. ગઈકાલે જ આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીને કોઈ એસેટનો આધાર નથી, તેથી તેના ચણા-મમરા પણ નહીં ઉપજે. શક્તિકાંતા દાસે એક રીતે લોકોને ક્રિપ્ટોમાં રોકાણ કરવા સામે ચેતવણી આપી હતી. આરબીઆઈએ ક્રિપ્ટો કરન્સીને નાણાકીય સ્થિરતા સામે જાેખમ સમાન ગણાવી છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે પોતાના ચોથા બજેટમાં ક્રિપ્ટોની આવક પર ૩૦ ટકાના ફ્લેટ દરે ટેક્સ નાખવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત આ એસેટના વેચાણમાંથી કોઈ નુકસાન થશે તો તેને અન્ય આવકની સામે સેટ-ઓફ પણ નહીં કરી શકાય.
આ ઉપરાંત ડિજિટલ એસેટ્‌સના ટ્રાન્સફર માટે કરવામાં આવતી દરેક ચુકવણી પર એક ટકાના દરે ટીડીએસ લાગુ કરવામાં આવ્યો છે.

સરકારે ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર પર ૩૦ ટકાનો તગડો ટેક્સ ઝીંક્યો છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી દેશની નાણાકીય સિસ્ટમ માટે ખતરનાક છે. શક્તિકાંતા દાસે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીની અંડરલાઈંગ વેલ્યુ ચણા-મમરા જેટલી પણ નથી. રિઝર્વ બેન્કે સાફ સંકેત આપી દીધા છે કે તે ક્રિપ્ટોકરન્સીને લિગલ માન્યતા આપી શકે તેમ નથી અને તે આવી કરન્સી પર બિલકુલ ભરોસો ધરાવતી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.