Western Times News

Gujarati News

સોનિયા ગાંધીએ નથી ભર્યુ ઘરનું ભાડુ, આરટીઆઇમાં મોટો ખુલાસો, ફંડ ભેગુ કરશે ભાજપ

નવીદિલ્હી, કોંગ્રેસ પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ ૧૦ જનપથનું ભાડુ ઘણા વર્ષોથી ચુકવવામાં આવ્યું નથી. આ સિવાય કોંગ્રેસે પોતાની ઓફિસ સહિત અન્ય બિલ્ડિંગોનું ભાડુ પણ ચુકવ્યું નથી. તેનો ખુલાસો એક આરટીઆઈમાં થયો છે. આ વચ્ચે ભાજપે સોનિયા ગાંધીના આવાસ અને અન્ય બિલ્ડિંગોના બાકી ભાડુ ચુકવવા માટે ફંડ ભેગું કરવાનો ર્નિણય કર્યો છે.

કેન્દ્રીય શહેરી વિકાસ તથા આવાસ મંત્રાલયે આરટીઆઈ કાર્યકર્તા સુજિત પટેલની અરજીના જવાબમાં કહ્યું કે, કોંગ્રેસના ઘણા નેતા સરકારી બિલ્ડિંગોનું ભાડુ ચુકવી રહ્યાં નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ ૧૦ જનપથ, ૨૪ અકબર રોડ સ્થિત- કોંગ્રેસ કાર્યાલય અને ચાણક્યપુરીમાં સોનિયા ગાંધીના અંગત સચિવના આવાસનું ભાડુ લાંબા સમયથી ચુકવવામાં આવ્યું નથી. આ બંગલાનું લાખો રૂપિયાનું ભાડુ બાકી છે.

આરટીઆઈમાં મળેલા જવાબ અનુસાર કોંગ્રેસ પાર્ટી ઓફિસનું ૧૨ લાખ ૬૯ હજાર ૯૦૨ રૂપિયાનું ભાડુ બાકી છે. તેનું ભાડુ છેલ્લે ડિસેમ્બર, ૨૦૧૨માં ચુકવવામાં આવ્યું હતું. તો સોનિયા ગાંધીના આવાસ ૧૦ જનપથનું ૪ હજાર ૬૧૦ રૂપિયાનું ભાડુ બાકી છે.

તેનું ભાડુ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૨૦માં ચુકવવામાં આવ્યું હતું. આ રીતે દિલ્હીના ચાણક્યપુરીમાં સોનિયા ગાંધીના અંગત સચિવ, વિન્સેન્ટ જાેર્જના બંગલા નંબર સી-૧૦૯ નું ૫ લાખ ૭ હજાર ૯૧૧ રૂપિયાનું ભાડુ બાકી છે. છેલ્લે તેનું ભાડુ ઓગસ્ટ ૨૦૧૩માં ચુકવવામાં આવ્યું હતું.

મંત્રાલય અનુસાર તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓએ ત્રણ વર્ષમાં પોતાની ખુદની ઓફિસ બનાવવાની હોય છે. ત્યારબાદ તેણે સરકારી બંગલો ખાલી કરવો પડે છે. કોંગ્રેસને ૯એ રાઉસ એવેન્યૂમાં જમીન ફાળવી દેવામાં આવી છે, જેથી તે ત્યાં પાર્ટી કાર્યાલય બનાવી શકે. કોંગ્રેસે વર્ષ ૨૦૧૩માં ૨૪ અકબર રોડ સ્થિત બંગલાને ખાલી કરવાનો હતો, જે હજુ સુધી કરવામાં આવ્યો નથી.

હાલ આ મામલો સામે આવ્યા બાદ ભાજપે ફંડ ભેગુ કરીને બાકી ચુકવણીનું અભિયાન શરૂ કર્યું છે. ભાજપ નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યુ કે, જ્યારે ભાડા બરાબર રકમ ભેગી થઈ જશે તો સોનિયા ગાંધીને મોકલવામાં આવશે. આ અભિયાનની શરૂઆત તેજિંદર બગ્ગાએ બુધવારે સોશિયલ મીડિયા પર કરી છે. બગ્ગાએ કહ્યુ કે, રાજકીય મતભેદો છોડીને હું એક વ્યક્તિના રૂપમાં મદદ કરવા ઈચ્છુ છું. મેં એક અભિયાન શરૂ કર્યુ અને સોનિયા ગાંધીના ખાતામાં ૧૦ રૂપિયા મોકલ્યા.

તો ભાજપના સોશિયલ મીડિયા પ્રમુખ અમિત માલવીયે આ મામલા પર ટ્‌વીટ કરીને કહ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પ્રવાસી મજૂરો માટે ટિકિટ કાપવી જરૂરી સમજે છે, પરંતુ પોતાના આવાસના બાકીની ચુકવણી કરવી જરૂરી નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.