Western Times News

Gujarati News

લદ્દાખ બાદ સિક્કિમ બોર્ડર પર બેરિકેડઃ ચીનની હરકતોનો જવાબ આપવા માટે સેના તૈયાર

નવીદિલ્હી, ચીની સેનાની આક્રમકતાને જાેતા ભારતે લદ્દાખ બાદ હવે સિક્કિમમાં પણ બેરિકેડ લગાવવાની શરૂઆત કરી છે. આ અંતર્ગત ઉત્તર સિક્કિમ બોર્ડર પર તૈનાત ભારતીય સેનાને આધુનિક હથિયારો મળવા લાગ્યા છે. જેમાં સિગ સોઅર રાઈફલ અને ઓલ ટેરેન વ્હીકલનો સમાવેશ થાય છે. સેનાનું કહેવું છે કે ચીનના સૈનિકોએ તાજેતરના સમયમાં સિક્કિમ બોર્ડર પર કાર્યવાહી વધારી છે.

આવી સ્થિતિમાં અહીં તૈનાત સૈનિકોની ક્ષમતા વધારવામાં આવી રહી છે. ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં સૈનિકોને ઓપરેશન ચલાવવામાં ભારે મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડે છે.

ભારતીય સેનાના નિવેદન અનુસાર, “સિક્કિમના મુગુથાંગ સબ-સેક્ટરમાં તૈનાત સૈનિકોને ૭.૬૨ સિગ સોઅર રાઇફલ્સ આપવામાં આવી છે. આ ઉપરાંત, તેમને પેટ્રોલિંગ માટે છ્‌ફ આપવામાં આવ્યા છે. આ વિસ્તાર સિક્કિમના સૌથી ઊંચા વિસ્તારોમાંનો એક છે. અને તે સમુદ્ર સપાટીથી લગભગ ૧૫ હજાર ૫૦૦ ફૂટની ઊંચાઈ પર છે.

ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું છે કે સૈનિકોને આ રાઈફલ્સ આપવાનો હેતુ ક્ષમતા વધારવાનો અને સૈનિકોને સક્ષમ બનાવવાનો છે. ખાસ કરીને પડકારજનક વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આરામ આપવા માટે આવું કરવામાં આવ્યું છે.

ભારતીય સેનાએ વર્ષોથી અત્યાધુનિક હથિયાર પ્લેટફોર્મ અને આધુનિક સાધનોનો સમાવેશ કર્યો છે. તેમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે એટીવી અને ૭.૬ ૨ એમએમ સિગ સોઅર પણ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર સિક્કિમના મુગુથાંગ સબ-સેક્ટરમાં ૧૫,૫૦૦ ફૂટથી વધુની ઉંચાઈ પર સૈનિકો તૈનાત છે. જ્યાં તે રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે હંમેશા તત્પર રહે છે.

તમને જણાવી દઈએ કે ભારતે અમેરિકા પાસેથી સિગ સોઅર એસોલ્ટ રાઈફલ્સ ખરીદી છે. અગાઉ, જમ્મુ અને કાશ્મીરમાં બળવાખોરી વિરોધી કામગીરીમાં તૈનાત સૈનિકો માટે યુએસ પાસેથી ૭૨,૫૦૦ સિગ સોઅર એસોલ્ટ રાઇફલ્સ ખરીદવામાં આવી હતી. બીજા કન્સાઈનમેન્ટમાં મળેલી રાઈફલો ચીનની સરહદ પર તૈનાત સૈનિકોને આપવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.