Western Times News

Gujarati News

સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં એડમિટ કર્યાના સમાચાર ખોટા છે

કોલકતા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર તદ્દન ખોટા છે. એક નિવેદનમાં આ વાત સામે આવી છે. હાલમાં જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સૌરવ ગાંગુલીને કાર્ડિયાક ચેકઅપ માટે બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સૌરવ ગાંગુલીને બેંગ્લોરની નારાયણા હેલ્થ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાે કે હવે આ સમાચાર ખોટા સાબિત થયા છે. ખુદ નારાયણા હેલ્થ સિટીના ફેસિલિટી ડાયરેક્ટર ડૉ. નીતિન મંજુનાથે આ વાતની પુષ્ટિ કરી છે.

ડૉ.મંજુનાથે કહ્યું કે સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ગાંગુલીની ભરતીના આ તમામ અહેવાલો ખોટા છે. ગાંગુલી આ દિવસોમાં બેંગ્લોરમાં છે. આ કારણે ગાંગુલી નારાયણ હેલ્થ સિટીના સંસ્થાપક અને અધ્યક્ષ ડૉ.દેવી પ્રસાદ શેટ્ટીને મળવા પહોંચ્યા હતા. ગાંગુલી ૧૪ ફેબ્રુઆરીએ આ હોસ્પિટલમાં ૧૦૦ બેડવાળા આધુનિક આઇસીયુનું ઉદ્‌ઘાટન પણ કરશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ સીઝન માટે મેગા ઓક્શન પણ બેંગલુરુમાં જ યોજાવા જઈ રહ્યું છે. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ હરાજી થશે.

આ જ કારણ છે કે હાલમાં ગાંગુલી બેંગ્લોરમાં હાજર છે.ગાંગુલીને ગત વર્ષે છાતીમાં તકલીફની ફરિયાદ બાદ બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ગાંગુલીની બે એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી.

જાન્યુઆરી ૨૦૨૨માં જ ગાંગુલી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેને કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગાંગુલીને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે.

આઇપીએલ૨૦૨૨ સીઝન માટે મેગા ઓક્શન પણ બેંગલુરુમાં જ યોજાવા જઈ રહ્યું છે. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ હરાજી થશે. આ જ કારણ છે કે હાલમાં ગાંગુલી બેંગ્લોરમાં હાજર છે.ગાંગુલીને ગત વર્ષે છાતીમાં તકલીફની ફરિયાદ બાદ બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જે બાદ ગાંગુલીની બે એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૨માં જ ગાંગુલી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેને કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગાંગુલીને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.