Western Times News

Gujarati News

સાબરમતી-ભગત કી કોઠી નવી ટ્રેનનો આજથી શુભારંભ, સ્પેશિયલ રૂપથી દોડશે

અમદાવાદ,  રેલ પ્રશાસન દ્વારા સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે (sabarmati bhagat ki kothi train) નવી એક્સપ્રેસ ટ્રેન ને ૦૮ ઓક્ટોબરે શુભારંભ સ્પેશિયલ રૂપમાં દોડાવવામાં આવશે. તદ્‌અનુસાર ટ્રેન નં. ૦૪૮૧૯ ભગત કી કોઠી – સાબરમતી (ધર્મનગર તરફ) સ્પેશિયલ ઉપરોક્ત તારીખે સવારે ૦૯.૩૦ વાગે ભગત કી કોઠી થી ઉપડીને સાંજે ૧૮.૩૫ વાગે સાબરમતી પહોંચશે.

પરતમાં ટ્રેન નં. ૦૪૮૨૦ સાબરમતી-ભગત કી કોઠી સ્પેશિયલ ૦૮ ઓક્ટોબરે રાત્રે ૨૧.૦૦ વાગે સાબરમતી થી ઉપડીને સવારે ૦૬.૫૫ વાગે ભગત કી કોઠી પહોંચશે. નિયમિત સેવાના રૂપમાં ટ્રેન ૧૪૮૧૯/૧૪૮૨૦ ભગત કી કોઠી-સાબરમતી-ભગત કી કોઠી એક્સપ્રેસ ૧૦ ઓક્ટોબર થી દર સોમ, મંગળ, ગુરૂ, શુક્ર તથા શનિવારના રોજ સાંજે ૧૭ઃ૨૦ વાગે ચાલીને રાત્રે ૦૩ઃ૧૦ વાગે ભગત ની કોઠી પહોંચશે અને સવારે ૦૫ઃ૦૦ વાગે ભગત ની કોઠીથી ચાલીને બપોરે ૧૩ઃ૫૫ વાગે સાબરમતી પહોંચશે આ ટ્રેન બંને દિશાઓમાં બુધવાર તથા રવિવારે નહી દોડે.

માર્ગમાં બંને દિશોમાં સ્પેશિયલ તથા નિયમિત ટ્રેન લુણી-સમદડી-મોકલસર, જાલૌર, મારવાડ બગરા, મોદરણ, મારવાડ, ભીનમાલ, રાનીવાડા, ધનેરા, ભિલડી, પાટણ તથા મહેસાણા સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં થર્ડ એસી, એસી ચેયર કાર, સેકન્ડ સિટીંગ તથા સામાન્ય શ્રેણી સહિત કુલ ૧૬ આરામદાયક એલએચબી કોચ રહેશે. આ ટ્રેનનું યાત્રીઆરક્ષણ તમામ કમ્પ્યુટરાઈઝ યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસી વેબસાઇટ (IRCTC website) પર ઉપલબ્ધ છે.

ભિલડી-સામાખિયાલી રેલખંડ પર ડબલીંગ કાર્યને કારણે રેલ યાતાયાત પ્રભાવિત રહેશે
અમદાવાદ ઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પરના ભિલડી-સામાખિયાલી રેલખંડના જસાલી-ધનકવાડા-દિયોદર સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્યને કારણે બ્લોક લેવાથી ૦૭ ઓક્ટોબર થી ૧૨ ઓક્ટોબર ૨૦૧૯ સુધી નીચે મુજબની ટ્રેનો પ્રભાવિત રહેશે. ૧. તા. ૦૯ થી ૧૨ ઓક્ટોબર ૨૦૧૯ સુધી (કુલ ચાર દિવસ) ટ્રેન નં. ૧૯૧૫૨ ભુજ-પાલનપુર સંપૂર્ણ રદ્દ રહેશે.
૨. ટ્રેન નં. ૫૯૪૨૬ પાલનપુર-ગાંધીધામ તા. ૦૯ થી ૧૨ ઓક્ટોબર સુધી રદ્દ રહેશે.
૩. ટ્રેન નં. ૧૯૧૫૧ પાલનપુર-ભુજ તા. ૦૯ થી ૧૨ ઓક્ટોબર સુધી ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
૪. ટ્રેન નં. ૨૨૪૮૩ જોધપુર-ગાંધીધામ તા. ૦૮ થી ૧૧ ઓક્ટોબર ૨૦૧૯ (કુલ ચાર દિવસ) સુધી રદ્દ રહેશે.
૫. ટ્રેન નં. ૨૨૪૮૪ ગાંધીધામ-જોધપુર તા. ૦૯ થી ૧૨ ઓક્ટોબર ૨૦૧૯ સુધી (કુલ ચાર દિવસ) રદ્દ રહેશે.
૬. તા. ૦૭ થી ૧૦ ઓક્ટોબર સુધી ટ્રેન નં. ૧૨૯૬૦ ભુજ-દાદર વાયા સામાખિયાલી-ભિલડી-પાલનપુર- મહેસાણાને બદલે સામાખિયાલી-ધ્રાગંધ્રા-વિરમગામ-અમદાવાદ થઇને દોડશે.
૭. તા. ૦૯ થી ૧૨ ઓક્ટોબર ૨૦૧૯ની ટ્રેન નં. ૧૨૯૫૯ દાદર-ભુજ એક્સપ્રેસ વાયા અમદાવાદ- વિરમાગામ-ધ્રાંગધ્રા-સામાખિયાલી થઇને દોડશે આ ટ્રેનનો નિર્ધારિત માર્ગ વાયા અમદાવાદ-મહેસાણા- પાલનપુર-ભિલડી-સામાખિયાલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.