Western Times News

Gujarati News

આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખની ધરપકડઃ મહિલા અધિકારીને ગાળો બોલવાનો આરોપ

વડોદરા, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના મહિલા અધિકારીએ આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખ પર ફરિયાદ નોંધવાનો મામલે કારેલીબાગ પોલીસે આરોપી આર્કિટેક્ટ કિરીટ પટેલની મોડી રાત્રે ધરપકડ કરી લીધી છે.

અત્રે જણાવવાનું કે મહિલા અધિકારીએ કિરીટ પટેલ પર ગાળાગાળી કરવાનો આક્ષેપ લગાવ્યો છે. આ ઉપરાંત સરકારી કામમાં રૂકાવટ, જાેઈ લેવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ લગાવ્યો છે. આરોપી કિરીટ પટેલે ફરિયાદ વાહિયાત હોવાનું નિવેદન આપ્યું હતું.

કિરીટ પટેલની ધરપકડ થતાની સાથે જ શહેરની બિલ્ડર લોબીમાં મોટો હોબાળો મચી જવા પામ્યો છે. એવી પણ માહિતી મળી છે કે કિરીટ પટેલની ધરપકડ થતાની સાથે જ તેમના સમર્થકો રાતમાં જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

વુડા ઓફિસમાં નગર નિયોજક વિભાગમાં પોતાની ફરજ બજાવતા મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ કરી હતી કે કિરીટપટેલે ભાયલીની જમીનનો વિકાસ ચાર્જ ભરવાની અરજી ઓછી રકમ ભરીને આપી હતી જે બાબતે તેમણે તેમની સાથે બોલાચાલી કરીને ૭ ફેબ્રુઆરીએ વુડા કચેરીમાં આવી ગાળાગાળી કરી હતી.

તથા જાેઈ લેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સરકારી કામમાં રૂકાવટ કરવાનો પણ તેમનો આક્ષેપ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ કિરીટ પટેલે કહ્યું હતું કે વુડાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. એક વ્યક્તિ રૂપિયા લે છે તે બધા વહેંચી લે છે.

મારી સામે ખોટી ફરિયાદ થઈ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અધિકારીઓ નક્શા મંજૂરી માટે ૧૦ રૂપિયા લે છે. પ્લોટ વેલીડેશન માટે ૨૫થી ૩૦ રૂપિયાનો ભાવ છે. તેમનું તો એવું પણ કહેવું છે કે તે મહિલા અધિકારીને મળ્યા જ નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.