Western Times News

Gujarati News

શાહજહાંપુરમાં સમાજવાદી પાર્ટીના નેતાની ગોળી મારીને હત્યા કરાઇ

પ્રતિકાત્મક

શાહજહાંપુર, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નકલી વૉટિંગના વિવાદને લઈને સવારે સમાજવાદી પાર્ટીના બુથ અધ્યક્ષની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

ફાયરિંગ દરમિયાન એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થવાની જાણકારી મળી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્ત વ્યક્તિને હૉસ્પિટલમાં એડમિટ કરાવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ ગામમાં તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. ભારે પોલીસબળ તૈનાત કરવામાં આવી છે.

નિગોહી પોલીસ સ્ટેશનના વિક્રમપુર ચકોરા ગામના રહેવાસી સુધીર કુમાર સમાજવાદી પાર્ટીના બુથ અધ્યક્ષ છે. મંગળવારે સવારે તેઓ ખેતરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં પહેલાથી જ લાગ જાેઈને બેઠા લોકોએ સુધીર પર ફાયરિંગ કરી દીધી.

જેથી સુનિલને ગોળી લગતા ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ફાયરિંગનો અવાજ સાંભળીને ગામમાં અફરાતફરી મચી જવા પામી હતી. લોકોએ તેની જાણકારી પોલીસને આપી. જાણકારી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારી સહિત ભારે પોલીસબળ ઘટનાસ્થળે પહોંચી ગયું.

જાેકે પોલીસ અત્યારે હત્યા પાછળનું કારણ સ્પષ્ટ કરી શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ મતદાન દરમિયાન બુથ પર નકલી વૉટિંગનો વિવાદ થયો હતો. યાદવ સમાજના જ બે પક્ષોમાં ગાળાગાળી અને બહેસબાજી થઈ હતી.

મંગળવારે સવારે આડોશ-પાડોશમાં રહેતા બંને પક્ષોમાં ફરીથી વિવાદ થયો. બંને પક્ષો તરફથી ફાયરિંગ થઈ, પથ્થરમારો થયો, બે લોકોને ગોળી લાગી. સમાજવાદી પાર્ટીના બુથ એજન્ટ સુધીર યાદવના માથામાં ગોળી લાગવાથી મોત થઈ ગયું જ્યારે બીજા પક્ષ ભાજપના સમર્થક વીરેન્દ્ર યાદવ ઇજાગ્રસ્ત છે. તેમને લખનૌ રેફર કરી દેવામાં આવ્યા છે.

શાહજહાંપુરમાં નિગોહી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાટીપુરા ગામમાં સોમવારે સાંજે ૬ વાગ્યે નકલી મતદાનને લઈને મારામારી બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોલીસ સ્ટેશન સામે પીલીભીત-શાહજહાંપુર માર્ગ જામ કરી દીધો. પોલીસ જામ લગાવનારા ભાજપના સમર્થકો પર લાઠીચાર્જ કરીને તગેડી દીધા. વિરુદ્ધમાં ભાજપના સમર્થકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી દીધો હતો.

તિલહર વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર સલોના કુશવાહાના સમર્થક આકાશ તિવારી ભાટિયુરા પૃથ્વીપુરા ગામમાં નકલી મતદાનની જાણકારી પર બુથ પર પહોંચ્યા. આરોપ છે કે અહીંથી પાછા ફરતી વખત સમાજવાદી પાર્ટીના સમર્થકોએ નિગોહી-બિલસંડા માર્ગ પર આકાશને માર્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.