Western Times News

Gujarati News

સેલ્ફ ડિકલેરેશન માન્ય કરવા રાજ્ય સરકારનો ર્નિણય

ગાંધીનગર, ગુજરાત રાજ્ય સરકારે વિવિધ યોજનાઓમાં અરજદારે અલગ અલગ પ્રકારના એફિડેવિટ સત્તા મંડળ સમક્ષ રજૂ કરવાના હોય છે. એક રાહતની જાહેરાત સ્વરૂપે આવા એફિડેવિટમાંથી પ્રજાને મુક્તિ આપવા અને તેના સ્થાને સેલ્ફ ડિક્લેરેશન માન્ય કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણયના અમલ માટે વિવિધ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના નિયમો તાકીદે ઘડવા માટે આજની કેબિનેટમાં ર્નિણય લેવામાં આવ્યો છે.

આ અંગે ગુજરાત સરકારના મંત્રી અને પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવતાં એફિડેવિટમાંથી રાજ્ય સરકારે મુક્તિ આપી છે. આ વ્યવસ્થાનો સત્વરે અમલ થાય અને નાગરિકોને કોઈ તકલીફ ના પડે તેવી સૂચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટર સહિત સંબંધિત કચેરીઓને આપવામાં આવી છે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જનહિતકારી માટે અનેક મહત્વના ર્નિણયો કર્યા છે એની વિગતો આપતા વાઘાણીએ કહ્યું કે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે ત્યારે રાજ્યમાં ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી વધુ ૯૦ દિવસ કરાશે. આ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે તો વધુને વધુ ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ પણ કરાઇ છે. અત્યાર સુધીમાં ૨.૫૨ લાખ ખેડૂતોએ ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

તેમણે ઉમેર્યુ કે માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યભરમાં ૧૨ હજાર કિ.મી.ના માર્ગોના રિસરફેસના તથા ૨,૫૦૦ કિ.મી.ના નવા માર્ગો મળી કુલ ૧૪,૫૦૦ કિ.મી. લંબાઇના માર્ગોની રીસરફેસ નવીનીકરણની કામગીરી આગામી ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.