Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૮૮૪ કેસ આવ્યા

અમદાવાદ, રાજ્યમાં હવે કોરના વાયરસના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આજે કોરોનાના માત્ર ૮૮૪ કેસ આવ્યા હતા. તો બીજી તરફ ૨૬૮૮ દર્દીઓ સાજા થયા હતા.

અત્યાર સુધીમાં કુલ ૧૧,૯૭,૯૮૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૩૪ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્માં આજે કુલ ૧,૬૮,૧૩૨ રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૯૩૭૮ દર્દીઓ એક્ટિવ કેસ છે. જે પૈકી ૭૦ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૯૩૮૦ નાગરિકો સ્ટેબલ છે. જ્યારે ૧,૧૯,૭૯૮૩ દર્દી સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦૮૫૧ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૧૩ નાગરિકોનાં મોત થયા હતા.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે ૧,૬૮,૧૩૨ રસીના ડોઝ અપાયા હતા. જે પૈકી હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૦ ને પ્રથમ, ૧૦૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૨૩૩૫ ને પ્રથમ અને ૧૦૬૯૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૨૨૯૩ ને પ્રથણ ૫૧૯૨૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૧૧૪૨૩ ને પ્રથમ અને ૫૪૫૫૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૪૭૭૫ ને રસીના પ્રિકોર્શન ડોઝ અપાયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.