Western Times News

Gujarati News

હોંગકોંગમાં હોસ્પિ.ની બહાર બેડ મૂકવાની નોબત આવી

હોંગકોંગ, દુનિયાભરના દેશોમાં વૈશ્વિક કોરોના મહામારી નબળી પડી રહી છે, પરંતુ હોંગકોંગમાં મહામારીએ ફરીવાર માથુ ઉચક્યું છે. કોરોના મહામારીને લીધે અહીં એટલી ગંભીર પરિસ્થિતિ પેદા થઈ ચૂકી છે કે હોસ્પિટલ બહાર બેડ રાખીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. અહીં કોરોના સંક્રમણના કેસમાં અચાનક થયેલા વધારાએ આરોગ્ય સુવિધાઓેને ખોરવી નાંખી છે.

હોંગકોંગની સરકાર વૈશ્વિક કોરોના મહામારીની વર્તમાન લહેર સામે ઝઝૂમી રહી છે. ચિંતાની વાત એ છે કે, હોંગકોંગમાં સામે આવી રહેલા મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. એમાં પણ અહીંના અવિકસિત જિલ્લાઓમાં સામેલ શામ શુઈ પોમાં મેડિકલ સેન્ટરમાં ઓમિક્રોનથી સંક્રમિત વૃદ્ધ દર્દીઓની કફોડી સ્થિતિ જાેવા મળી રહી છે.

જેઓ બેડ ના મળવાને લીધે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સારવાર લેવા મજબૂર બન્યા છે. અહીં ઓમિક્રોનને લીધે દરેક ઉંમરના લોકો સંક્રમિત થઈ રહ્યા છે જેમાં બાળકો પણ સામેલ છે, પરંતુ આરોગ્ય સુવિધા ખોરવાઈ જવાને લીધે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ટેન્ટ બાંધીને તેઓને સારવાર આપવામાં આવી રહી છે.

જાેકે હોંગકોંગ સરકારની મહામારી વિરુદ્ધ નીતિઓને લીધે આશરે બે વર્ષ સુધી શહેર એક હદ સુધી સુરક્ષિત રહ્યુ હતું, પરંતુ ઓમિક્રોન વેરિયન્ટના બહોળા ફેલાવાને લીધે અહીં ગંભીર સ્થિતિ પેદા થઈ ચૂકી છે.

આ મુદ્દે હોંગકોંગ સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, હોસ્પિટલની બહાર સારવાર માટે હેરાન થઈ રહેલા દર્દીઓની સંખ્યાથી તંત્ર અવગત છે અને આ માટે તંત્ર અન્ય સારવાર સુવિધાઓ ઉભી કરવાના યથાગ પ્રયત્ન કરી રહ્યું છે. હોંગકોંગમાં બુધવારે ૪૨૮૫ નવા કેસ સામે આવ્યા હતા, જેમાંથી ૧૬ દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ હોંગકોંગમાં વાતાવરણ પણ દર્દીઓનું વિરુદ્ધ છે. અહીં તાપમાનમાં નોંધનીય ઘટાડાને લીધે ઠંડીનું પ્રમાણ વધુ છે એવામાં હોસ્પિટલની બહાર કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં પણ પડકારો આવી રહ્યા છે. વધતી જતી ઠંડીને લીધે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સારવાર લેવા મજબૂર દર્દીઓના આરોગ્યને લઇને ચિંતાજનક સ્થિતિ બની ચૂકી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.