Western Times News

Gujarati News

ખંભાળિયામાં રોજમદાર સફાઈ કર્મીઓનું ઉપવાસ આંદોલન પાંચમા દિવસે પણ ચાલુ

ખંભાળિયા, ખંભાળિયા નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓએ ગત તા.૧૧ ફેબ્રુઆરીથી જુદી જુદી માગણીના અપેક્ષા એ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેમાં કાયમી કરવા, પગાર વધારવા કરવા સહિતની વિવિધ માગની લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

નગરપાલિકા પદાધિકારીઓ દ્વારા રોજમદારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ રોજમદારો પાંચમા દિવસે પણ પ્રતીક ઉપવાસ, હડતાળ યથાવત રાખી વિવિધ માંગ સાથે અડગ રહ્યા છે.

ખંભાળિયા નગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતે પૂછવામાં આવતા તેમના તરફથી એવું જણાવાયું છે કે રોજમદાર સફાઈ કર્મચારીઓને કાયમી કરવા એક પ્રોસિજર હોય છે. જે સત્તાના ધારા ધોરણ મુજબ કરવાની હોય. જે હાલ પુરતી તાત્કાલિક થઈ શકે એમ ન હોય આ ઉપરાંત જુદી જુદી માગણીનો પુરતો અભ્યાસ કરી બનતા એટલા સરકારી ધારા ધોરણ મુજબ આગળની કાર્યવાહી કરીશુ.

જાે આંદોલનને ગેરવાજબી રીતે ઉગ્ર કરવામાં આવશે તો આ રોજમદાર સફાઈ કર્મીઓને ના છૂટકે છૂટા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલ રોજમદાર કર્મચારીઓ સાથે નગરપાલીકાના સત્તાધીશોએ માગણીના મુદ્દે ચર્ચા વિચારણા કરી યોગ્ય કાર્યવાહી પણ કરી ખાત્રી આપવા હોવાનું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.