Western Times News

Gujarati News

વિશ્વ માતૃભાષા દિવસઃ ૧૫મી સદીથી લખાતુ ગુજરાતી સાહિત્ય આજ સુધી અનેક રીતે સમૃધ્ધ બન્યુ

અમદાવાદ, ૨૧મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે.તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા માટે ૮ મહાનગરોમાં શૈક્ષણિક વ્યાપારિક, સહીતની સંસ્થાઓના બોર્ડમાં ગુજરાતી ભાષાના ઉપયોગ ફરજિયાત કરવા માટે આદેશ જાહેર કર્યો છે.

દુનિયાભરના દેશોમાં માતૃભાષાનુ જતન કરવા માટે ૧૯૯૯માં યુનેસ્કો દ્વારા ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને પ્રોત્સાહન મળી રહે ઉદ્દેશ સાથે માતૃભાષા દિવસ ઉજવાનુ નક્કી કરવામા આવ્યુ છે.જેના પગલે ૨૧મી ફે્‌બ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામા આવે છે,

ગુજરાતી આપણી માતૃભાષા છે.ગુજરાતીઓ વિશે કહેવાય છે.જ્યા જ્યા વસે ગુજરાતી જ્યા વસે સદાકાળ ગુજરાત.આજનો યુગ મોબાઈલ ઈન્ટરનેટનો યુગ માનવામા આવે છે.આપણી માતૃભાષા ગુજરાતીની સાથે સાથે હવે અંગ્રેજી ભાષાએ દરેક જગ્યાએ સ્થાન લીધુ છે.

ગુજરાતી ભાષાની જગ્યાએ અંગ્રેજીનુ વળગણ વધારે જાેવા મળી રહ્યુ છે. શિક્ષણની વાત કરીએતો આજકાલ કેટલાક માતાપિતાઓ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં વધારે ભણાવાનુ પંસદ કરે છે.ગુજરાતી માધ્યમની શાળામાં ભણાવામા નાનમ અનુભવે છે.

એવુ નથી અંગ્રેજી ભાષા ન શીખવી જાેઈએ.આંતરાષ્ટ્રીય ભાષા હોવાથી તે શીખવી ખુબજ જરૂરી છે. પણ અંગ્રેજીના મોહમાં ગુજરાતી ભાષાનો ભોગ ન લેવાવો જાેઈએ. બાળક જ્યારે નાનુ હોય તે જે પહેલીવાર ભાષા સાંભળે છે. તે માતૃભાષા અને તે ભાષાનુ શબ્દંભડોળ પણ માતૃભાષામાથી મળે છે.

આમ માતૃભાષાનુ મહત્વ જાેતા જીવન જીવવાના પાઠ આપણને માતૃભાષામા મળે છે.આપણી ગુજરાતી ભાષાની વાત કરવામા આવે તો સમૃધ્ધ ભાષા છે.૧૫મી સદીથી લખાતુ ગુજરાતી સાહિત્ય આજ સુધી અનેક રીતે સમૃધ્ધ બન્યુ છે,જેમા વાર્તાઓ,નવલકથાઓ, કવિતા, પદ્યવાર્તા, ખંડકાવ્યો, મહાનવલકથાઓ લખાઈ છે.

જે વાત આપણે માતૃભાષામા સરળતાથી બીજાને સમજાવી શકીએ તેટલી સરળતાથી આપણે અન્ય બીજી ભાષાને સમજાવી શકતા નથી.કલા,સાહિત્ય સંગીત બધુ માતૃભાષામાં જ વિકાસ પામે છે. આપણે વિચારો, ઉર્મિઓ, ભાવના,અભિવ્યક્તિને માતૃભાષાના માધ્યમથી સારી રીતે થઈ શકે છે.

તાજેતરમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની અભિનેતા અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાનાની પુષ્પા નામની ફિલ્મની દુનિયાભરમા ચારેકોર ચર્ચા છે.આ ફિલ્મ માતૃભાષામાં બનાવામા આવી હતી.ત્યારબાદ તેને અન્ય ભાષાઓમાં રૂપાતરિંત કરવામા આવી હતી. માતૃભાષાની તાકાત શુ હોઈ શકે તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુષ્પા ફિલ્મ છે.

માતૃભાષા વિશે વાત કરતા પંચમહાલના કવિ, શિક્ષક અને સંપાદક પ્રવિણસિંહ ખાંટ જણાવે છે કે શિક્ષણના મૂળમાં જે તે પ્રદેશ અને માટીની સંસ્કૃતિ અને ભાષા હોવી અનિવાર્ય છે.માતૃભાષા એ સાંસ્કૃતિક વારસાની અસ્મિતા છે.માત્ર ચિંતા કરવાથી માતૃભાષા નહીં બચે, આપણે તેને સમૃદ્ધ પણ કરવી પડશે.

જાે ભાષા બચશે તો માણસજાત બચશે.જાે આપણે માતૃભાષા ગુમાવશું તો આપણી પરંપરાઓ ગુમાવીશું. આજે ગુજરાતીના અભાવે બાળકોનું ભાવવિશ્વ હાંસિયામાં જતું રહ્યું છે.સાથે શિક્ષકોએ પાઠ્‌યપુસ્તકની બ્હાર જે તે પ્રદેશની બોલીને સમજી બાળકોને પ્રમાણભાષા સુધી લઈ જવાનું કામ કરવું પડશે.ભાષા બચાવવી એ ભાષણનો વિષય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.