Western Times News

Gujarati News

એક સિગરેટના પેકેટની કિંમત આઠસોથી ૧૨૦૦ રૂપિયા

નવી દિલ્હી, ધૂમ્રપાન એટલે કે સ્મોક સ્વાસ્થ્ય માટે કોઈપણ રીતે ફાયદાકારક નથી. દરેક વ્યક્તિ ધૂમ્રપાન ન કરવાનું સૂચન કરે છે. આમ છતાં ઘણા લોકો સિગરેટ પીવાનું બંધ કરતા નથી. જાે તમને લાગે છે કે સિગરેટ પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, તો આજે અમે તમને સિગરેટની કેટલીક એવી બ્રાન્ડ્‌સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા બેંક એકાઉન્ટને પણ અસર કરે છે.

આને વિશ્વની સૌથી મોંઘી સિગરેટ ગણવામાં આવે છે. તેમની કિંમત તમને આશ્ચર્યચકિત કરી શકે છે. વિશ્વમાં સિગરેટની ઘણી બ્રાન્ડ ઉપલબ્ધ છે. આ દરેક સિગરેટ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. પરંતુ કેટલીક બ્રાન્ડ એવી છે જેની કિંમત તમને આશ્ચર્યચકિત કરી દેશે.

જાે દુનિયાની સૌથી મોંઘી સિગારેટની વાત કરીએ તો તેનું નામ ટ્રેઝર છે. આ ઈંગ્લેન્ડની કંપનીનું ઉત્પાદન છે. ત્યાં આ બ્રાન્ડ ખૂબ જ પ્રખ્યાત છે. જાે તેની કિંમતની વાત કરીએ તો તેનું એક પેકેટ સાડા ચાર હજાર રૂપિયામાં મળે છે. એક પેકમાં ૧૦ સિગરેટ છે. એટલે કે એક સિગારેટના દામની કિંમત સાડા ચારસો રૂપિયા છે. આ સિવાય દુનિયાની સૌથી જૂની સિગરેટ બ્રાન્ડ સોબ્રાની પણ આ યાદીમાં સામેલ છે.

આના એક પેકેટની કિંમત આઠસોથી ૧૨સો રૂપિયા સુધીની છે. યાદીમાં આગળનો નંબર ડેવિડઓફ સિગરેટનો આવે છે. તે સ્વિસ બ્રાન્ડ છે અને એક પેકની કિંમત એક હજાર રૂપિયા છે. ચોથા નંબરે પાર્લામેન્ટ સિગારેટ છે. તે ત્રણ અલગ-અલગ કિંમતોમાં ઉપલબ્ધ છે.

તેની કિંમત સાડા ત્રણસોથી છસો રૂપિયા સુધીની છે. ઓસ્ટ્રિયાની નેટ શર્મન બ્રાન્ડ પણ ખૂબ પ્રખ્યાત છે. વિશ્વની સૌથી મોંઘી સિગરેટની યાદીમાં તેને પાંચમું સ્થાન મળ્યું છે. આ કંપનીની સ્થાપના ૧૯૩૦માં થઈ હતી. આના એક પેકેટની કિંમત ૭૦૦ રૂપિયા સુધી છે.

આ સિગરેટની કિંમત પર નજર કરીએ તો તેને પીવાથી સ્વાસ્થ્યની સાથે-સાથે લોકોના બેંક બેલેન્સ પર પણ અસર થાય છે. જાે તમે સિગરેટના ચાહક છો, તો તેમની કિંમત તમારા પર કદાચ લગામ લગાવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.