Western Times News

Gujarati News

રશિયન સેનાને ફોરવર્ડ માર્ચિંગનો પુતિનનો આદેશ

કિવ/મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર મોટી સંખ્યામાં રશિયન સેનાની ટેન્ક પૂર્વી યુક્રેનના વિદ્રોહી વિસ્તારમાં પહોંચી ગઈ છે. અગાઉ, પુતિને યુક્રેનના બળવાખોર પ્રદેશમાં ડોનેટ્‌સક અને લુહાન્સ્કને અલગ દેશો તરીકે માન્યતા આપી હતી.

રશિયન દળોના આગમન પછી, પુતિન ડોનેટ્‌સક અને લુહાન્સકીમાં યુક્રેનિયન દળો દ્વારા કોઈપણ હુમલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે રશિયા હવે બંને વિસ્તારોમાં સૈન્ય મથક બનાવવા જઈ રહ્યું છે. આ સાથે હવે રશિયન સેના યુક્રેનના વિદ્રોહી વિસ્તારમાં લાંબા સમય સુધી રહી શકશે.

યુક્રેનના બંને અલગ થયેલા વિસ્તારો અને રશિયા વચ્ચે થયેલા નવા કરાર અનુસાર રશિયા બે અલગ થયેલા વિસ્તારોમાં સૈન્ય મદદ કરશે. પુતિને ર્નિણય બાદ પોતાના ભાષણમાં કહ્યું કે ડોનેત્સ્ક અને લુહાન્સકીને અલગ દેશો તરીકે માન્યતા આપવાનો ર્નિણય ઘણા સમય પહેલા લઈ લેવો જાેઈતો હતો.

યુક્રેનમાં સૈનિકો મોકલનાર પુતિને ઉલ્ટાનું કીવને આ બંને વિસ્તારમાં તાત્કાલિક હિંસક કાર્યવાહી બંધ કરવા જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે જાે યુક્રેન હુમલાઓ બંધ નહીં કરે તો વધુ રક્તપાત માટે તે જવાબદાર રહેશે.પુતિને કહ્યું, યુક્રેન માત્ર અમારું પડોશી નથી, પરંતુ અમારા ઇતિહાસ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિશ્વનો અભિન્ન ભાગ છે.” તેઓ અમારા સાથી છે, અમારો પરિવાર છે અને ત્યાંના લોકો સાથે અમારો લોહીનો સંબંધ છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, આધુનિક યુક્રેન સંપૂર્ણપણે રશિયા દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ પ્રક્રિયાની શરૂઆત ૧૯૧૭ ની ક્રાંતિ પછી જ થઈ હતી. તેમણે ઘણા ઐતિહાસિક ઉદાહરણો આપીને યુક્રેનને રશિયન સંસ્કૃતિ અને ઈતિહાસનો એક ભાગ ગણાવ્યો હતો.

પુતિનની આ જાહેરાત સાથે હવે રશિયા માટે મોસ્કો સમર્થિત યુક્રેનિયન બળવાખોરો અને યુક્રેનિયન દળો વચ્ચેના સંઘર્ષમાં ખુલ્લેઆમ લશ્કરી દળો અને શસ્ત્રો મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને ડર છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે અને હુમલો કરવાના બહાના તરીકે પૂર્વ યુક્રેનમાં અથડામણનો ઉપયોગ કરી શકે છે.

અગાઉ, યુક્રેનના અલગતાવાદી નેતાઓએ એક ટેલિવિઝન નિવેદનમાં રશિયન પ્રમુખને અલગતાવાદી પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપવા અને મિત્રતા સંધિઓ પર હસ્તાક્ષર કરીને તેમની સામે ચાલી રહેલા યુક્રેનિયન લશ્કરી હુમલાઓથી બચાવવા વિનંતી કરી હતી.

રશિયાના નીચલા ગૃહે પણ ગયા અઠવાડિયે આવી જ અપીલ કરી હતી. પુતિને રશિયન સાંસદોને યુક્રેનના બળવાખોર વિસ્તારો સાથે સંધિઓ પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી, જેથી તેઓ મોસ્કોનું લશ્કરી સમર્થન મેળવી શકે. તેમજ યુરોપિયન યુનિયનએ યુક્રેનના અલગતાવાદી પ્રદેશોને માન્યતા આપવાના રશિયાના પગલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે તે સામેલ લોકો પર પ્રતિબંધો લાદશે.

તેણે યુક્રેનની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે પોતાના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. આ પહેલા રવિવારે રશિયાએ યુક્રેનની ઉત્તરી સરહદો પાસે સૈન્ય અભ્યાસમાં વધારો કર્યો હતો. તેણે લગભગ ૩૦,૦૦૦ સૈનિકો બેલારુસમાં તૈનાત કર્યા છે, જે યુક્રેનની ઉત્તરી સરહદે છે. તેણે યુક્રેનની સરહદો પર ૧,૫૦,૦૦૦ સૈનિકો, યુદ્ધ વિમાનો અને અન્ય સાધનો પણ તૈનાત કર્યા છે. કિવની વસ્તી લગભગ ૩૦ લાખ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.