Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના માત્ર ૩૬૭ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર ૩૬૭ કેસ નોંધાયા છે. તો બીજી તરપ ૯૦૨ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૦૬,૪૪૫ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીરને ૯૮.૭૯ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૧,૮૬,૦૮૯ રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૩૯૨૫ એક્ટિવ કેસ છે. જે પૈકી ૩૬ વેન્ટીલેટર પર છે જ્યારે ૩૮૮૯ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં ૧૨,૦૬,૪૪૫ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦૯૦૬ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે ૪ નાગરિકોનાં મોત થયા હતા. જેમાં ૨ વડોદરાના નાગરિક, ૧ ભરૂચ અને ૧ પોરબંદરના નાગરિકનો સમાવેશ થાય છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૭ ને રસીનો પ્રથમ જ્યારે ૪૦ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૫૩૭ ને પ્રથમ જ્યારે ૮૩૪૩ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૨૧૯૯ ને રસીનો પ્રથમ ૫૫૦૦૪ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૭૬૬૫ ને પ્રથમ અને ૮૦૯૩૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો ઉપરાંત ૧૮૩૪૬ વરિષ્ઠ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૮૬,૦૮૯ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૨૪,૭૫,૭૮૮ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.