Western Times News

Gujarati News

કોડીનારમાં શિંગોડા નદી પર રિવરફ્રન્ટ માટે ૩.રપ કરોડ

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપવાનો અભિગમ અપનાવ્યો છે. આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્ય સરકાર નગરો-મહાનગરોમાં આગવી ઓળખના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રકમ ફાળવે છે. ભૂપેન્દ્ર પટેલે આવા આગવી ઓળખના કામો અન્વયે કોડીનાર નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી શિંગોડા નદી પર રિવરફ્રન્ટના કામ માટેની રૂ. ૩ કરોડ રપ લાખની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ભૂપેન્દ્ર પટેલે આ કામો અંગેના રજૂ થયેલા ફિઝીબીલીટી રિપોર્ટ અને ગેપ એનાલીસીસ સ્ટડી રિપોર્ટ તેમજ જનરલ રિપોર્ટના અનુસંધાને આ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ કોડીનાર નગરપાલિકા ઉપરાંત તળાજા નગરપાલિકામાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામોમાં આધુનિક ટાઉનહોલના નિર્માણ માટે રૂ. ૩ કરોડ ૧૮ લાખના કામોની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આમ, રાજ્યની વધુ બે નગરપાલિકાઓ કોડીનાર અને તળાજામાં કુલ ૬.૪૩ કરોડ રૂપિયાના કામોની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે મંજૂરી આપવામાં આવી છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં અત્યાર સુધીમાં રાજ્યની ૮ નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. ૧૧.૯૪ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.