Western Times News

Gujarati News

મહિસાગર સાહિત્ય સભા અને આદર્શ વિધાલય , લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસે કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ૫૧ સ્થળોએ કવ્યગાન અને કાવ્યપઠન કરવામાં આવ્યું હતું . વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે . માતૃભાષાનું ઉદગમ સ્થાન આપણું ઘર પરિવાર જ હોય છે . જેથી આપણું ઘર પરિવાર જ ખરા અર્થમાં માતૃભાષાનો જીર્ણોદ્ધાર કરી શકવા સમર્થ છે .

વિશ્વ માતૃભાષાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે . મહિસાગર સાહિત્ય સભા , લુણાવાડા અને આદર્શ વિધાલય , લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસે સમારંભ યોજાયો .

યુનેસ્કોએ નવેમ્બર , ૧૯૯૯ એ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો ર્નિણય કર્યો , ત્યારથી લઈને દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે . ૨૧ ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે .

આ સમારંભના મુખ્ય વક્તા અને અધ્યક્ષ તરીકે ડૉ . જૈમિની શાસ્ત્રીએ મને મળી માતૃભાષા ગુજરાતી પર વક્તવ્ય આપી માતૃભાષા નું જીવનમાં મહત્વ સમજાવી એક ગુજરાતી તરીકે આપણને આપણી માતૃભાષા પર ગર્વ કરવા જણાવ્યું હતું . મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકા લુણાવાડાના પ્રમુખ સુ ભાવનાબહેન મહેતા ,

જિલ્લા શિક્ષણાધિકારી સુનિલભાઈ , મહીસાગર પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પ્રદીપભાઈ , મહીસાગર સાહિત્ય સભાના અધ્યક્ષ નરેન્દ્રભાઇ જાેશી , કવિયત્રી ઝલક પટેલ ઉપસ્થિત રહ્યા હતા . જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આવેલા ૨૩ વિદ્યાર્થી ભાઈ- બહેનો દ્વારા કાવ્યગાન અને કાવ્યપાઠ અભિવ્યક્ત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.