Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૪ હજાર કેસ નોંધાયા

નવીદિલ્હી, દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ૨૪ કલાકમાં દેશમાં ૧૪,૧૪૮ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૩૦૨ દર્દીઓના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યયા ૧,૨૮,૮૧,૧૭૯ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ૫,૧૨,૯૨૪ દર્દી જીવ ગુમાવી ચૂક્યા છે. હાલમાં ૧,૪૮,૩૫૯ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે ૪,૨૨,૧૯,૮૯૬ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૩૦,૦૦૯ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ત્યારબાદ કુલ ૪,૨૨,૧૯,૮૯૬ લોકો અત્યાર સુધી કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. ત્યારે દરરોજનો પોઝિટિવીટી રેટ ૧.૨૨ ટકા છે. જાે કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૫૫,૧૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા.

દેશમાં કુલ વેક્સિનેશનનો આંકડો ૧,૭૬,૫૨,૩૧,૩૮૫ છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪,૨૮,૮૧,૧૭૯ છે. ત્યારે અત્યાર સુધી કુલ ૪,૨૨,૧૯,૮૯૬ લોકો રિક્વર થયા છે. દેશમાં સતત ૧૮ દિવસથી દૈનિક કોવિડ ૧૯ કેસ ૧ લાખથી નીચે આવી રહી છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોના વાઈરસના ૭૬૬ નવા દર્દીઓની પુષ્ટી થઈ અને ૫ સંક્રમિતોના મોત થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર આંશિક રીતે ઘટીને ૧.૩૭ ટકા રહી ગયો છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને ૧૮,૫૩,૪૨૮ થઈ ગયા છે, ત્યારે ૨૬,૦૮૬ લોકોના મોત થઈ ચૂક્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.