Western Times News

Gujarati News

૩૦૦ કરોડની પ્રોપર્ટી માત્ર ૫૫ લાખમાં ખરીદી, ડી-ગેંગ કનેક્શનમાં ફસાયા નવાબ મલિક

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી છે. ૮ કલાક સુધી ચાલેલી લાંબી પૂછપરછ બાદ ઈડીએ ધરપકડ કરી હતી. કોર્ટે મલિકને ૮ દિવસ એટલે કે ૩ માર્ચ સુધી ઈડી રિમાન્ડ પર મોકલી દીધા હતા .

આ સમગ્ર મામલો ૩૦૦ કરોડની સંપત્તિ સાથે જાેડાયેલો છે. નવાબ મલિકાના આ કેસમાં ડી-ગેંગ (દાઉદ ઈબ્રાહિમની ગેંગ) અને દાઉદની બહેન હસીના પારકર પણ સામેલ છે.

ઈડી અનુસાર, મુનિરા પ્લમ્બર નામની મહિલાની ૩૦૦ કરોડની સંપત્તિ ડી-ગેંગ દ્વારા નવાબ મલિકે હડપ કરી હતી. આ મિલકત હડપ કરવા માટે સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કંપની નવાબ મલિકના પરિવારની માલિકીની હતી. હસીના પારકર (દાઉદની બહેન) સહિત ડી-ગેંગના ઘણા સભ્યો દ્વારા કંપનીનું નિયંત્રણ હતું.

ઈડીને આપેલા નિવેદનમાં મુનીરા પ્લમ્બરે કહ્યું હતું કે તેની પાસે મુંબઈના કુર્લામાં ગોવાલા કમ્પાઉન્ડ તરીકે ઓળખાતી જગ્યા પર લગભગ ૩ એકરનો પ્લોટ છે. ડી-ગેંગના સભ્ય સલીમ પટેલ દ્વારા તેમની મિલકત તૃતીય પક્ષને વેચવામાં આવી હોવાની તેમને જાણ નહોતી.

મુનીરાએ કહ્યું હતું કે તેણે ૧૮ જુલાઈ, ૨૦૦૩ પછી મિલકતના કોઈ ભાડા પર હસ્તાક્ષર કર્યા નથી, ન તો તેણે મિલકત કોઈને વેચી છે.
મુનીરાએ ઈડીને જણાવ્યું હતું કે સલીમ પટેલે તેની મિલકત ખાલી કરાવવાના નામે તેની પાસેથી ૫ લાખ રૂપિયા લીધા હતા.

તેણે ક્યારેય સલીમને પ્રોપર્ટી વેચવાનું કહ્યું નહીં. મળેલી માહિતી મુજબ મુનીરાએ નિવેદનમાં જણાવ્યું હતું કે સલીમે ગેરકાયદેસર રીતે સંપત્તિ ત્રીજા પક્ષને વેચી હતી. મુનીરાને ખબર પડી હતી કે સલીમ અંડરવર્લ્‌ડ સાથે સંબંધ ધરાવે છે. તેથી જ તેઓએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. તેઓને ડર હતો કે આમ કરવાથી તેઓના પરિવારજનો અને તેઓને જાેખમમાં મુકાઈ શકે છે.

મુનીરાએ ઈડીને જણાવ્યું કે તેને ૨૦૨૧માં મિડિયા રિપોર્ટ્‌સથી પ્રોપર્ટીના વેચાણ વિશે ખબર પડી હતી. મુનીરાને સરકારી અધિકારીઓની સંપત્તિ સંબંધિત પત્રો પણ મળતા હતા.

ઈડી અનુસાર, દસ્તાવેજાેને સ્કેન કર્યા બાદ તેમને સરદાર શાહવલી ખાન નામના વ્યક્તિ વિશે ખબર પડી. તેણે જમીન વેચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાહવાલી ખાન ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના ગુનેગારોમાંનો એક છે. હાલમાં તે ટાડા અને મકોકા હેઠળ ઔરંગાબાદ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

શાહવલી ખાને ઈડ્ઢને કહ્યું હતું કે જાવેદ ચિકના મારફત ટાઈગર મેમણ અને હસીના પારકરના સંપર્કમાં હતો. તેણે જણાવ્યું હતું કે સલીમ પટેલ હસીના પારકરનો નજીકનો સહયોગી હતો અને તે હસીનાના સુરક્ષા ગાર્ડ અને ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.

મુનીરાની પ્રોપર્ટીના મામલામાં સલીમે તમામ ર્નિણય હસીનાની સૂચના પર લીધા હતા. શાહવાલીએ દાવો કર્યો હતો કે મિલકતની અસલી માલિક હસીના છે. ગેરકાયદેસર અતિક્રમણ, અનિયમિત ભાડાની ચુકવણી અને મિલકતના કબજાને લગતા ઘણા વિવાદો હતા. જમીન માફિયાઓની પણ આ મિલકત પર નજર હતી.

૧૦ જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ શાહવલી ખાનના ભાઈ રહેમાને નવાબ મલિક વિરુદ્ધ ઈડ્ઢમાં કેસ દાખલ કર્યો હતો. મુનીરા પ્લમ્બરે તેમને ભાડું વસૂલવા માટે નિયુક્ત કર્યા હતા. એવો આરોપ છે કે નવાબ મલિક ગોવાલા કમ્પાઉન્ડના કુર્લા જનરલ સ્ટોર નામની પ્રોપર્ટી લેવા માંગતા હતા. આ મિલકત બંધ હતી. રહેમાને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ નવાબ મલિકે તેમને ધમકી આપી.

બાદમાં નવાબ મલિકે તેના ભાઈ અસલમ મલિક દ્વારા આ મિલકત પર કબજાે જમાવ્યો હતો. શાહવલી ખાને ઈડીને કહ્યું હતું કે નવાબ મલિક અને હસીના પારકર બંને મિલકતનો મોટો હિસ્સો હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલીક ધમકીઓ મળ્યા પછી, મુનીરા મિલકત પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન બની ગઈ.

ઈડીના જણાવ્યા અનુસાર, નવાબ મલિક, અસલમ મલિક અને હસીના પારકર વચ્ચે આ મુદ્દાને ઉકેલવા માટે ઘણી બેઠકો થઈ છે. શાહવલી ખાનનો દાવો છે કે તે ૨ મીટિંગમાં પણ હાજર હતો.

તેમની વચ્ચે એવી સંમતિ સધાઈ હતી કે સોલિડસ ઈન્વેસ્ટમેન્ટ્‌સની લીઝ્‌ડ પ્રોપર્ટી સલીમ પટેલને આપવામાં આવેલ પાવર ઓફ એટર્ની મારફતે માલિકીમાં રૂપાંતરિત કરવામાં આવશે. જ્યારે હસીના પારકર બાકીની મિલકતોની માલિક હશે. ઈડી અનુસાર, નવાબ મલિકે હસીના પારકરને ૫૫ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.