Western Times News

Gujarati News

રશિયા અને યૂક્રેન વચ્ચે જાે યુદ્ધ ઉગ્ર બનશે તો તેની સીધી અસર ભારતના આમ આદમી ઉપર પડશે

નવીદિલ્હી, રશિયા અને યૂક્રેન વચ્ચે જાે યુદ્ધ ઉગ્ર બનશે તો તેની સીધી અસર ભારતના આમ આદમી ઉપર પડશે શકે તેમ છે.કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની કિંમતમાં વધારો નક્કી છે.તજજ્ઞોનું માનવું છે કે, પ્રાકૃતિક ગેસથી લઇને ઘઉં સહિતના વિભિન્ન અનાજાેની કિંમતમાં વધારો થશે. રશિયા-યૂક્રેન સંકટના પરિણામે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલદીઠ ૯૬.૭ ડોલર પર પહોંચી ગઇ છે, કે જે સપ્ટેમ્બર ૨૦૧૪ પછી સૌથી વધારે છે.

નોંધનીય છે કે રશિયા ક્રૂડ ઓઇલના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. વર્તમાન પરિસ્થિતિના કારણે આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરને પાર થઇ શકે તેમ છે. ક્રૂડ ઓઇલનો વધારો વૈશ્વિક જીડીપી પર અસર કરી શકે છે. વિશ્લેષકો કહે છે કે ક્રૂડ ઓઇલની કિંમતમા ઉછાળો આવ્યો છે તેને પરિણામે વૈશ્વિક જીડીપી વૃદ્ધિદર ઘટીને ફક્ત ૦.૯ ટકા રહી જશે.

જથ્થાબંધ ભાવાંક બાસ્કેટમાં ક્રૂડ ઓઇલ સંબંધિત ઉત્પાદકોની પ્રત્યક્ષ હિસ્સેદારી નવ ટકાથી વધારે છે. તેથી બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં વધારો ભારતના ડબ્લ્યુપીઆઇ ફુગાવામાં લગભગ ૦.૯ ટકાનો વધારો કરશે. વિશેષજ્ઞો અનુસાર, જાે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ થાય તો ઘરઆંગણે નેચરલ ગેસની કિંમત દસ ગણી વધી શકે છે અને તેને પગલે એલપીજી અને કેરોસીન ઉપરની સબસિડીમાં વધારો થવાની આશા છે.

ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતના કારણે સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો વધારો થયો છે. ૨૦૨૧માં ઇંધણની કિંમતના મોરચે રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. જાે સંકટ જળવાઇ રહેશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઇ શકે છે. જાે કાળા સમુદ્ર ક્ષેત્રમાંથી અનાજના પ્રવાહમાં અવરોધ ઊભો થશે તો નિષ્ણાતોને ડર છે કે, તેની કિંમત અને ઇંધણ ખાદ્ય ફુગાવા પર મોટો પ્રભાવ પડી શકે છે.

રશિયા વિશ્વનું ટોચનું ઘઉં નિકાસકાર છે. જ્યારે યૂક્રેન વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું ઘઉં નિકાસકાર છે. બન્ને દેશ મળીને વિશ્વની કુલ નિકાસમાં લગભગ ૨૫ ટકા હિસ્સો ધરાવે છે.

વાસ્તવમાં રશિયા અને યૂક્રેન બન્ને ઘઉં ઉપરાંત જવના ઉત્પાદનમાં અગ્રણી દેશો છે. આ બન્ને દેશો જવના મામલે પણ ટોચના પાંચ નિકાસકારોમાં સ્થાન ધરાવે છે. નોંધનીય છે કે, બિયરના ઉત્પાદનમાં સૌથી વધારે વપરાશ જવનો થાય છે, તે પછી ઘઉંનો પણ બિયરના ઉત્પાદન માટે ઠીકઠીક ઉપયોગ થાય છે. રશિયા અને યૂક્રેન વચ્ચે તંગદિલીના કારણે ઘઉં અને જવની સપ્લાય અવરોધાઈ શકે છે.

રશિયા અને યૂક્રેન વચ્ચે કથળી રહેલી સ્થિતિ વચ્ચે ભારતે યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે ૨૪૨ વિદ્યાર્થીઓ સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટ નવી દિલ્હી ઊતરી હતી. સ્વદેશ પરત ફરેલા આ ભારતીયોએ યૂક્રેનની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

સ્વદેશ પરત ફરેલા મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા માટે ગયા હતા. યૂક્રેનથી પરત ફરેલા ઘણા વિદ્યાર્થીઓને એવું લાગ્યુ હતું કે, તેમને ભારત આવીને નવું જીવન પ્રાપ્ત થયું છે.યૂક્રેનમાં છેલ્લા બે વર્ષથી મેડિકલનો અભ્યાસ કરી રહેલી તન્વીના જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં યૂક્રેનની સ્થિતિ વધુ ખરાબ થવાની છે. તન્વી પશ્ચિમ યૂક્રેનમાં રહેતી હતી.

જાેકે, ત્યાં હાલ સ્થિતિ ખરાબ નથી. તમામ સરહદો પર રશિયન સેના ખડકાયેલી છે. સરહદે મોટી સંખ્યામાં રશિયન હથિયાર અને ટેન્કો જાેવા મળી રહ્યા હતા. તો તબીબ બનવાનું સ્વપ્ન લઈને યૂક્રેન ગયેલા રિયાન્શે કહ્યું હતું કે, તેણે યૂક્રેન જવા માટે ઘણી તૈયારી કરી હતી. તેના માતા-પિતાએ ઘણી મહેનત કરીને ફી ભરી હતી. આશા હતી કે હું ડિગ્રી લઈને જ પરત ફરીશ. પણ તેમ થઈ શક્યું નહીં. હાલ તો સ્થિતિ સામાન્ય જેવી જ છે પણ તણાવ જરૂર હતો.

દિલ્હીથી મેડિકલનો અભ્યાસ કરવા ગયેલી ૨૦ વર્ષિય સાક્ષીના અનુસાર, યૂક્રેનમાં સ્થિતિ સામાન્ય નથી. તેમને રાતના ફાયરિંગના અવાજ સંભળાતા હતા, જેને સાંભળી તેઓ ડરી જતા હતા. યૂક્રેનમાં ઠેર-ઠેર પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. રાત-દિવસ પોલીસનું પેટ્રોલિંગ ચાલું રહેતું હતું.

વિમાન જેવું ટર્મિનલ ૩ પર પહોંચ્યું કે વિદ્યાર્થીઓને આવકારવા ઊભા રહેલા તેમના સ્વજનો અને અધિકારીઓએ તેમનું અભિવાદન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પણ વિક્ટરી સાઇન બતાવી આભાર માન્યો હતો અને ભારત માતા કી જયના સૂત્રો પોકાર્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.