Western Times News

Gujarati News

સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓની “ ઈન્ડો જર્મન ટૂલ રૂમ”, ખાતે  ઇન્ડસટ્રીઅલ વિઝિટ

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના મિકેનિકલ વિભાગના સાતમા સેમેસ્ટરમાં  અભ્યાંસ કરતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ સ્થિત   “ ઈન્ડો જર્મન ટૂલ રૂમ” , નામની કંપની  ખાતે  ઇન્ડસટ્રીઅલ વિઝિટનું આયોજન કરાયું હતું. 

આ વિઝિટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને થીયરી સાથે સાથે પ્રેકટીકલ જ્ઞાન  મળી રહે તે હતો.  આ વિઝિટ માટે સંસ્થાના ચેરમેન ગિરીશભાઈ પટેલસેક્રેટરી શિતલભાઈ પટેલ, સંસ્થાના આચાર્ય ડો. (પ્રો) ભાવેશભાઈ શાહ ઇન્ચાર્જ આચાર્ય શ્રી ધવલભાઈ પટેલ અને વિભાગીય વડા પ્રો. નિકી પટેલે  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.