Western Times News

Gujarati News

ભવનાથ તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાની ચાલી રહેલી તડામાર તૈયારીઓ

શિવરાત્રી મેળામાં ૧પ હાઈમાસ્ટ ટાવર, ૩ હજાર ટ્યુબલાઈટ, ૭૦૦ એલઈડી ફીટ કરાશે-પીવાના પાણી માટે પ હજાર લીટરની પ૬ ટાંકીઓ મુકાશે

જૂનાગઢ, ભવનાથ તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ આડે હવે ગણતરીના દિવસો જ રહેતા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેેવાઈ છે. મેળા દરમ્યાન તળેટીમાં અંધારા ઉલેચવા માટે ૧પ હાઈમાસ્ટ ટાવર, ત્રણ હજાર ટ્યુબલાઈટ, ૭૦૦ એલઈડી ફીટ કરાશે. ર૩ર ઉતારા માટે જગ્યા ફાળવાઈ છે. પીવાના પાણી માટે પાંચ હજાર લીટરની પ૬ ટાંકીઓ મુકાશે.

શિવરાત્રીનો મેળો બે વર્ષ બંધ રહ્યા બાદ સરકારે મંજુરી આપપતા સર્વત્ર ઉત્સાહ જણાય છે. અને ભાવિકોની સંખ્યા વધશે તને ધ્યાને લઈને જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ ૧૩, સમિતિઓની રચના કરાઈ છે. આ સમિતિઓ દ્વારા યુધ્ધના ધોરણે પોતાની કામગીરી આરૂભી દીધી છે.

મેળામાં માનવભીડ થનાર હોય મનપાતંત્ર દ્વારા સફાઈ, ગટર માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. તેમાં કચરો ઉપાડવા બે ટ્રેક્ટર, ટ્રેઈલર, કન્ટેનર, લીફટર, ડમ્પર તથા બે હાઈડ્રોલિક કેરિયર રીક્ષા ફાળવાય છે. તેમજ છ કન્ટેનર મુકવામાં આવ્યા છે.

૧૦૦ જેેટલી જંતુનાશક દવાની બેગનો છંટકાવ કરવામાં આવશે. ચાર મોબાઈલ ટોયલેટ અને તેની સફાઈ માટે સફાઈ કામદારો ગોઠવાયા છે. શિવરાત્રી મેળામાં દિવસમાં બે વખત સફાઈ માટે મનપાના સફાઈ કામદારો ઉપરાંત આઉટસોર્સથી ૧૦૦ સફાઈ કામદારો સફાઈ માટે ઉતારાશે.

સિવિલ હોસ્પિટલ અને મનપાના હેલ્થ વિભાગના સંયુક્ત ઉપક્રમે તળેટીમાં ચાર સ્થળોએે આરોગ્ય કેન્દ્રો ઉભા કરાશે. મેળામાં ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે ભવનાથ ઝોનલ કચેરી ખાતે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ઉભો કરાશે. તેના ટેલિફોન નંબર ૦ર૮પ-ર૬ર૧૪૩પ અને ર૬રર૦૧૧ ઈન્ટરનેટની સુવિધા સાથે કાર્યરત કરાયો છે. ઉપરાંત દત્ત ચોક ખાતે માહિતી કેન્દ્ર ફોન નં.૦ર૮પ-ર૬ર૦૧૮૦ અને ર૬પ૩૮ર૦ આગામી તા. ર સુધી કાર્યરત થઈ જશે.

ફુડ વિભાગ દ્વારા ટીમોની રચના કરી ભવનાથ ક્ષેત્રમાં ખાદ્યચીજાેનું ચેકીંગ કરાશે. તેમજ મેળામાં અવિરત વીજપુરવઠો રહે તે માટે પીજીવીસીએલ ની ર૯ ટીમો ખડેપગે રહેશે. તેમાં નાયબ ઈજનેરથી હેેલ્પર સુધીના ૧પ૦ વીજકર્મીઓ વીજ વ્યવસ્થા સંભાળશેે.

શિવરાત્રી મેળામાં ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી જીલ્લા કલેકટરની સુચના મુજબ મેળા અધિકારી અને પ્રાંત્ત ઓફિસર ભૂમિકાબેન કેશવાલા દ્વારા ૧૬ અક્ઝિક્યુટી ઓફિસરોને ભરડાવાવ થી તળેેટી સુધી તરણ શિફટમાં ડ્યુટી ફાળવી છે તેઓ પોલીસની સાથે રહી વ્યવસ્થા સંભાળશે.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાને લઈ માર્ગો વન-વે જાહેર કરાયા છે. આગામી તા.રપથી તા.ર જી માર્ચ સુધી અમલમાં રહેશે. તેમજ ગીરનાર પર્વત ઉપર જનાર સીડી દ્વારા અંબાજી જઈ શકશે. પરંતુ ઉતરવા માટે ગૌમુખી ગંગાની જગ્યાએથી ભરતવન-શેષાવનના રસ્તા (સીડી) પરથી ઉતરી શકશે. તા.૧ ના સવારના ૧૦ થી તળેેટીમાં જવા વાહન પ્રવેશબંધી ફરમાવાઈ છ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.