Western Times News

Gujarati News

નડિયાદ બધિર વિદ્યાલય ખાતે કોકલિયર સ્પીચ થેરાપી સેન્ટર શરૂ કરાયું

(માહિતી બ્યુરો)નડિયાદ, રોટરી ક્લબ સંચાલિત બધિર વિહાર, નડિઆદ તેમજ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઉમંગ ઉત્સવ ૨૦૨૧-૨૦૨૨ તેમજ સમાજ સુરક્ષા વિભાગ, ગાંધીનગર દ્વારા

આયોજિત કોવિડ-૧૯ દરમિયાન દિવ્યાંગ બાળકોને રુ.૧૦૦૦૦/- પ્રતિ બાળક પ્રમાણે ૩૮ બાળકોને નાણાકિય સહાય જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીની સાહેબ ના અધ્યક્ષ પદે તાઃ૨૩/૦૨/૨૦૨૨ ના રોજ કાર્યક્રમ યોજવામા આવેલ.

જિલ્લા યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુતિઓના અધિકારી અક્ષયકુમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ. જી. ભરવાડ, જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પાબેન પટેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે. ટી. વાઘેલા સાહેબ, પ્રમુખ રોટરી ક્લબ તથા સભ્ય , બધિર સંચાલક મંડળના પદાધિકારીઓ હાજર રહેલ હતા.

અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટર એ જણાવ્યું હતુ કે, દિવ્યાંગ બાળકો માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમા મુકેલ છે. કોવિડ-૧૯ ને ધ્યાને રાખી અંદાજે રુ.૩૦ લાખ નાણાકીય આર્થિક સહાય બધિર બાળકોની સંસ્થાને કરવામાં આવેલ છે. પ્રતિ બાળક દીઠ રૂ! ૧૦,૦૦૦/- ના ચેકનું વિત્તરણ કરવામાં આવેલ હતું.

ઉમંગ ઉત્સવ ૨૦૨૧-૨૦૨૨ પ્રસંગે શ્રવણમંદ બાળકો દ્વારા શ્રેષ્ઠત્તમ કામગીરી સ્વરુપે કિટ અર્પણ કરવામા આવેલ હતી, અને બાળકોની આ પ્રશસનીય કામગીરી બાબતે શુભેચ્છા તથા શુભકામનાઓ આપવામાં આવેલ હતી. બધિર બાળકો દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક પોગ્રામ કરવામાં આવેલ હતા.

બધિર વિદ્યાવિહાર દ્વારા શ્રવણમંદ બાળકો માટે “ કોકલિયર સ્પીચ થેરાપી સેન્ટરની શરૂઆત તરફ જઇ રહેલ છે. આ સેવાકીય પ્રવૃતિ જે ગૌરવને પાત્ર છે. શ્રવણમંદ બાળકો બોલતાં તથાં સાંભળતા કરવા માટે જે પરિશ્રમ ઉઠાવેલ તે બદલ સંસ્થાનાં સંચાલક મંડળનો આભાર માનવામાં આવેલ હતો.

અતિથિ વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જીલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ, તથાં જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ, દ્વારા સંસ્થા છેલ્લા ૪૦-વર્ષથી આ સેવાકીય કામગીરી ખરેખર ગૌરવ તથા અભિનંદનને પાત્ર છે.

શ્રવણમંદ બાળકો માટે “ કોકલિયર સ્પીચ થેરોપી સેન્ટર સરકાર તરફથી મળનાર છે. ખેડા જીલ્લો તથાં આજુબાજુના જીલ્લાઓ માટે ખૂબજ આર્શીવાદ રૂપ બનશે. સંસ્થાના પ્રમુખ ડૉ જે.સી.પટેલ દ્વારા શ્રવણમંદ બાળકો માટે કોકલીયર સ્પીચ થેરાપી સેન્ટર કરવા પાછળનો હેતુ તથા તેની ટેકનીકલ જાણકારી, શ્રવણમંદ બાળકોને મળનાર લાભો બાબતેની વિગતવાર સમજ આપવામાં આવેલ.

સંસ્થાનાં ઉપપ્રમુખ જયંતભાઇ કોટડીયા દ્વારા આવકાર પ્રવચન કરાયેલ જ્યારે મંત્રી દિલીપભાઇ અમીન દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સંસ્થાના શિક્ષક ગણ, રોટરી કલબનાં સભ્ય તથા શ્રવણમંદ બાળકોના વાલીઓ અનેક જીલ્લામાંથી ઊપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.