Western Times News

Gujarati News

બાળક ચોકલેટ સમજી ખાઈ ગયો સેક્સ પાવરની દવા

નવી દિલ્હી, બિહારના ખગડિયા જિલ્લાની હોસ્પિટલમાં ગુરુવારે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો. અહીં એક બાળકના માતા પિતા ગભરાયેલી હાલતમાં તેમના પાંચ વર્ષના પુત્રને લઈને હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરોએ જ્યારે કારણ પૂછ્યું તો પરિજનોએ જે કારણ આપ્યું તેનાથી ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા. કારણ કે ભારતના મેડિકલ સાયન્સમાં આવા કોઈ મામલે આજ સુધી ક્યારેય રિસર્ચ થયું નથી.

હકીકતમાં પાંચ વર્ષનો તે બાળક ચોકલેટ સમજીને સેક્સ પાવર વધારનારી દવાની ચાર ગોળીઓ ખાઈ ગયો હતો. એનબીટીના અહેવાલ મુજબ બાળકના ઘરવાળાઓએ ખગડિયાની હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં તૈનાત ડોક્ટર બરકત અલીને તમામ વાત વિગતવાર જણાવી. પરિજનોના જણાવ્યાં મુજબ તેમના પાંચ વર્ષના પુત્રએ ઘરમાં રાખેલી સેક્સ પાવર વધારનારી દવાને ચોકલેટ સમજીને ખાઈ લીધી.

એ પણ એક કે બે નહીં પણ ચાર ટેબલેટ. ત્યારબાદ બાળકની જે હાલત થઈ તે જાેઈને પરિવારજનો ગભરાઈ ગયા. બાળકને ખુબ પરસેવો આવવા લાગ્યો અને તેના અંગ વિશેષમાં મુશ્કેલીઓ જાેવા મળવા લાગી. ત્યારબાદ બાળકની તબિયત વધુ બગડતી ગઈ.

પરિવાર તેને લઈને તરત હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલના ડોક્ટર પણ આ ચોંકાવનારો મામલો જાેતા સ્તબ્ધ થઈ ગયા. આ દરમિયાન તેમને પોતાના એક મિત્રની યાદ આવી જે પટણા એમ્સમાં બાળરોગ વિશેષજ્ઞ છે. વિગતો જાણીને તેઓ પણ હલી ગયા. તેમના જણાવ્યાં મુજબ આવો કોઈ મામલો હજુ સુધી સામે આવ્યો નહતો. આથી સારવાર માટે ન તો કોઈ રિસર્ચ ઉપલબ્ધ હતું કે ન કોઈ દવા.

હવે કરવું શું એ મથામણ ડોક્ટરો કરવા લાગ્યા. ત્યારબાદ ડોક્ટરોને એક દેશી નુસ્ખો સૂજ્યો. પટણા એમ્સના ડોક્ટરે ખગડિયા જિલ્લા હોસ્પિટલના ડોક્ટર બરકત અલીને આ દેશી નુસ્ખો અજમાવવાની સલાહ આપી. આ નુસ્ખો એ હતો કે કોઈ પણ પ્રકારે બાળકને ઉલ્ટી કરાવવામાં આવે જેથી કરીને પેટમાં ગયેલી સેક્સ પાવરવાળી દવાને બને એટલી શરીરમાંથી બહાર કાઢી શકાય.

આખરે બાળકને મીઠાવાળું પાણી પીવડાવવામાં આવ્યું અને તેણે ખુબ જ ઉલ્ટી કરી. લગભગ એક કલાક બાદ બાળક થોડો આરામ મહેસૂસ કરવા લાગ્યું અને તેના અંગ વિશેષમાં આવેલી મુશ્કેલીઓ પણ ઓછી થવા લાગી. જાે કે ત્યારબાદ પણ બાળકને ડોક્ટરોએ ઘણીવાર સુધી પોતાની નિગરાણીમાં રાખ્યો. અહેવાલ મુજબ ડોક્ટરોએ જણાવ્યું કે સેક્સ પાવર વધારનારી ચાર ગોળીઓ એક સામાન્ય વ્યક્તિના હ્રદયના ધબકારા પણ વધારી દે છે. બ્લડ પ્રેશર ઝડપથી ઉપર આવવા લાગે છે અને તેનાથી બેચેની પણ વધી જાય છે.

જાે સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. આખરે ડોક્ટરોએ બાળકના પરિવારની સાથે સાથે અન્ય લોકોને પણ સલાહ આપી કે બાળકોની પહોંચથી આવી દવાઓને એકદમ દૂર રાખવી જાેઈએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.