Western Times News

Gujarati News

લાચાર પાંજરામાં બંધ પ્રાણી સાથે ક્રૂર મજાક

નવી દિલ્હી, પહેલાના સમયમાં, જંગલી પ્રાણીઓ જંગલોમાં ખૂબ જ આરામથી રહેતા હતા. આ પછી સમયની સાથે લોકોએ જંગલ પર કબજાે જમાવ્યો અને હવે ધીમે ધીમે જંગલ સંકોચાઈ રહ્યું છે. માનવીએ જંગલ પર હક્ક જમાવીને પ્રાણીઓનો રહેઠાણ છીનવી લીધો છે.

આવી સ્થિતિમાં, ઘણી વખત પ્રાણીઓ માનવ વિસ્તારમાં પ્રવેશ કરે છે અને વિનાશ સર્જે છે. માનવીએ માત્ર તેમના રહેવાના વિસ્તારો પર કબજાે જમાવ્યો નથી પરંતુ પ્રાણીઓ પર અત્યાચારો કરતાં પણ તે શરમાતો નથી. પ્રાણીઓ પર ક્રૂરતાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

આવો જ એક વીડિયો આજકાલ ફેસબુક પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જાેઈ શકાય છે કે એક વ્યક્તિ મજાકમાં વાંદરાને લાલ રંગથી રંગે છે. આ પછી વાંદરાને જંગલમાં છોડી દેવામાં આવ્યો. લાલ રંગના કારણે વાંદરાને કોઈ ઓળખી શકતું ન હોવાથી અન્ય વાંદરાઓએ તેના પર હુમલો કર્યો હતો.

જાનવરો સાથે મજાક કરવાના નામે આટલી ક્રૂરતાનો આ વીડિયો જાેઈને લોકોનું લોહી ઉકળી ઉઠ્‌યું. ઘણા લોકોએ આ વીડિયોની જાણ કરી અને તે વ્યક્તિની ઓળખ કરીને તેને સજા કરવાની માંગ કરી. આ વીડિયોમાં દેખાતા વાંદરાની આગળ શું થયું હશે, તેની કલ્પના જ કરી શકાય છે.

આ વીડિયો ફેસબુક પર Persatuan Haiwan Malaysia – Malaysia Animal Association નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આમાં પાંજરામાં રહેલો વાંદરો લાલ દેખાતો હતો. કોઈએ તેને લાલ રંગથઈ પેઈન્ટ કર્યો હતો. તે જાેવામાં ખૂબ જ વિચિત્ર લાગતું હતું. ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે મલેશિયામાં વાંદરાઓનું ચિત્રકામ એકદમ સામાન્ય બની રહ્યું છે. દર વર્ષે આવા અનેક કિસ્સા નોંધાય છે. આ વીડિયોમાં દેખાતા વાંદરાને બાદમાં જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ આ માટે આ સારી બાબત સાબિત થઈ નથી.

વાસ્તવમાં વાંદરાને રંગના કારણે ઓળખી શકાયો ન હતો. આવી સ્થિતિમાં, ઘણા લોકોએ અનુમાન લગાવ્યું કે વાંદરો તેના જ સમુદાયના પ્રાણીઓના હુમલામાં ઘાયલ થયો હશે. માત્ર ઘાયલ જ નહીં, પરંતુ તેનો જીવ પણ લેવામાં આવ્યો હશે. આ વીડિયોને ધ્યાનમાં લઈને લોકોએ એનિમલ વેલફેરને પગલાં લેવા વિનંતી કરી. ઘણા લોકોએ લખ્યું કે જે વ્યક્તિએ આ કર્યું તેની સાથે પણ આવું જ થવું જાેઈએ.

તે પણ પેઇન્ટિંગ અને ખુલ્લામાં છોડી દેવા જાેઈએ. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયો પર એક્શન રિક્વેસ્ટ મૂકી છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આવું કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.