Western Times News

Gujarati News

દ્વારકા ખાતે કોંગ્રેસની ચિંતન શિબિરમાં હાજરી આપવા પહોંચ્યા રાહુલ ગાંધી

શિબિરના અંતે ગુજરાત કોંગ્રેસ માટે ‘દ્વારકા ડૈકલેરેશન’ જાહેર કરવામાં આવશે. આ ડૈકલેરેશન વિધાનસભાની ચૂંટણીનો મૈનિફેસ્ટો નહીં હોય પરંતુ કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે…?

દ્વારકા ખાતે ચાલી રહેલી ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી આજે જામનગર વિમાની મથકે આવી પહોંચ્યા બાદ હેલીકોપ્ટરમાં બેસીને દ્વારકા રવાના થયા હતાં. Congress leader shri Rahul Gandhi offers prayers at Dwarka Temple Gujarat.

હેલીપેડ ઉપર ઉતરીને સીધા જ જગત મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતાં, પુજાવિધીમાં ભાગ લીધો હતો, પાદુકા પુજન કર્યુ હતું અને ત્‌યાંથી કોંગ્રેસની શિબિરમાં પહોંચીને બે કલાક સુધી હાજરી આપી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસની ગુજરાત કક્ષાની ત્રણ દિવસની ચિંતન શિબિર તા.25થી શરુ થઈ છે, આજે તેમાં કોંગીના યુવરાજ રાહુલ ગાંધી હાજરી આપવા માટે સવારે 10:45 કલાકે વિમાન મારફત જામનગર આવી પહોંચ્યા હતાં.

ત્યાં ઉપસ્થિત ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના વરિષ્ઠ આગેવાનો તેમજ શહેર કોંગી પ્રમુખ વિરેન્દ્રસિંહ ટેમુભા (દિગુભા) જાડેજા સહિતના કોંગીજનોએ સ્વાગત કર્યુ હતું, વિમાનમાંથી ઉતયર્િ બાદ થોડી મીનીટોની ચચર્િ પછી રાહુલ ગાંધી સીધા જ હેલીકોપ્ટરમાં બેસીને દ્વારકા રવાના થયા હતાં.

દ્વારકા નજીક બનાવયેલા હેલીપેડ પર રાહુલે ઉતર્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સહિતના દિગ્ગજોએ એમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું અને ત્‌યાંથી સીધા જ તેઓ જગત મંદિર ખાતે પહોંચ્યા હતાં, સૌ પ્રથમ કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતાં, પાદુકા પુજન કર્યુ હતું અને ત્યાંથી સીધા જ શિબિરમાં આવી પહોંચ્યા હતાં જયાં ઉપસ્થિત કોંગીજનોને માર્ગદર્શન આપ્યું હતું.

એ તમામ બાબતોનો સમાવેશ હશે તેવી ચોખવટ કરાઇ છે, દરમ્યાનમાં આજે શિબિરના પ્રથમ દિવસે યુધ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા 3 હજાર ગુજરાતીઓ માટે ચિંતન શીબીરમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, આ પૂર્વે જગત મંદિરમાં પૂજનવિધિમાં તથા ધ્વજાજીમાં કોંગીના દિગ્ગજોએ ભાગ લીધો હતો.

ઉદ્ઘાટન પૂર્વે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત કોંગીના વિપક્ષના નેતા સુખરામ રાઠવા ઉપરાંત પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, જામનગર લોકસભા સીટના ઇન્ચાર્જ અને ધારાસભ્ય વિક્રમભાઇ માડમ સહિતના કોંગીના  દિગ્ગજ આગેવાનોએ જગત મંદિર ખાતે દર્શન કરીને ધ્વજાજીનું પૂજન કર્યું હતું અને આ પછી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નક્કી થયેલા પ્રોગ્રામ મુજબ કોંગ્રેસ દ્વારા અલગ અલગ જુથ બનાવીને રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકા તથા રાજ્યના તમામ જિલ્લાને લગતા પ્રશ્ર્નો સંબંધે મસલત-મંત્રણા શરુ કરવામાં આવી છે, ક્યાં શું મહત્ત્વના પ્રશ્ર્નો છે…?

પ્રજા શેનાથી પરેશાન છે…? એ તમામ બાબતોની ચર્ચા કરીને જિલ્લાના પ્રાણ-પ્રશ્ર્નોથી કોંગ્રેસ અવગત થઇ રહી છે અને જે પ્રશ્ર્નો છે, તેનો નિવેડો લાવવા માટે એક મજબુત વિપક્ષ તરીકે કોંગ્રેસ શું કરી શકે…? તેનું પણ નિદાન કાઢવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.