Western Times News

Gujarati News

યુક્રેનને મજબૂત કરવામાં લાગ્યા હવે US-યુરોપ

Peace Tower, Ottawa Ukraine

રશિયાના હુમલાથી યુક્રેનમાં ચારે તરફ બરબાદીના દ્રશ્યો જાેવા મળી રહ્યાં છેઃ લોકો યુક્રેન છોડીને ભાગી રહ્યાં છે

કિવ,  રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો રવિવારે ચોથો દિવસ છે. રશિયા, યુક્રેનની રાજધાની કિવ પર હુમલા કરી રહ્યું છે. કિવમાં જ્યાં સુધી લોકોની નજર જઈ રહી છે, ત્યાં આગ અને ધુમાડો જાેવા મળી રહ્યો છે. રશિયાના હુમલાથી યુક્રેનની રાજધાની કિવ સળગી ઉઠી છે. રશિયાના હુમલામાં અત્યાર સુધી ઘણા લોકોના મોત થયા છે તો હજારો લોકોને ઈજા પહોંચી છે.

કહેવામાં આવી રહ્યું છે કે રશિયા ઝડપથી કિવ તરફ આગળ વધી રહ્યું ચે અને જલદી તેના પર કબજાે કરી શકે છે. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમીર ઝેલેન્સ્કીનું કહેવું છે કે કિવ હજુ યુક્રેનના નિયંત્રણમાં છે.

મુશ્કેલીના સમયમાં વિશ્વના અનેક દેશ યુક્રેનની સાથે આવ્યા છે. રશિયા વિરુદ્ધ જંગ લડવા માટે વિશ્વના અનેક દેશોએ યુક્રેનને આર્થિક મદદ અને હથિયાર મોકલ્યા છે. અમેરિકા, બ્રિટન સહિત ૨૮ દેશ તે વાત પર સહમત થઈ ગયા છે કે યુક્રેનને વધુ આધુનિક હથિયાર મોકલવામાં આવે. આ સાથે મેડિકલ સપ્લાય અને અન્ય મિલિટ્રી સંસાધન આપવાનું પણ વચન આપ્યું છે.

અમેરિકાઃ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેને અમેરિકી વિદેશ વિભાગને એક આદેશ આપ્યો છે. તેમણે નિર્દેશ આપ્યો કે યુક્રેનને સૈન્ય સહાયતા માટે ૩૫૦ બિલિયન ડોલરની મદદ આપવામાં આવે. સાથે અમેરિકા તરફથી યુક્રેનને વધારાની સૈન્ય સહાયતામાં- સૈન્ય ઉપકરણ, નાના હથિયાર અને વિવિધ પ્રકારના દારૂગોળા અને અન્ય વસ્તુ મોકલવામાં આવી છે.

જર્મનીઃ જર્મનીએ યુક્રેનને ૧૦૦૦ એન્ટી-ટેન્ક હથિયાર, ૫૦૦ સ્ટિંગર (જમીનથી હવામાં માર કરનારી મિસાઇલ) મોકલશે. જર્મન ચાન્સલેરે કહ્યુ, રશિયા હુમલો એક મહત્વપૂર્ણ છે. આ અમારૂ કર્તવ્ય છે કે અમે યુક્રેનને પુતિનની હુમલાખોર સેના વિરુદ્ધ બચાવમાં મદદ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું. તેથી અમે યુક્રેનને અમારા મિત્રોને ૧૦૦૦ એન્ટી ટેન્ક મિસાઇલ અને ૫૦૦ સ્ટિંગર મિસાઇલો મોકલી રહ્યાં છીએ.

બેલ્જિયમઃ બેલ્જિયમ પણ યુક્રેનની મદદ માટે આગળ આવ્યું છે. બેલ્જિયમે રોમાનિયામાં ૩૦૦૦ સૈનિકોને તૈનાત કર્યા છે અને યુક્રેનને મશીનગન મોકલી રહ્યું છે.

ચેક ગણરાજ્યઃ ચેક ગણરાજ્યએ યુક્રેનને ૮૫ લાખ ડોલરના હથિયાર અને દારૂગોળો મોકલવાની વાત કહી છે. ચેક રક્ષા મંત્રાલયે કહ્યું, યુક્રેન મોકલનારા સમાનમાં સૈન્ય મશીન ગન, અસોલ્ટ રાઇફલો અને અન્ય હળવા હથિયાર છે. ચેક રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદન પ્રમાણે તે આગળ પણ યુક્રેનની મદદ કરતું રહેશે.

સ્વીડનઃ સ્વીડન યુક્રેનને સૈન્ય, તકનીક અને સૈન્ય ઉપકરણ આપી રહ્યું છે.
ફ્રાન્સઃ ફ્રાન્સે યુક્રેનને ૩૦૦ મિલિયન યૂરો અને સૈન્ય ઉપકરણ આપવાની વાત કહી છે.

બ્રિટન- લોજિસ્ટિક ઓપરેશનમાં મદદની રજૂઆત કરી છે.

નેધરલેન્ડઃ ૨૦૦ એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલ યુક્રેન મોકલશે. નેધરલેન્ડ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે યુક્રેનને ૨૦૦ હવાઈ રક્ષા રોકેટ ઉપલબ્ધ કરાવશે. આ પહેલા રાઇફલ, રડાર સિસ્ટમ, માઇન ડિટેક્શન રોબોટ સહિત અન્ય ઉપકરણ યુક્રેનની મદદ માટે મોકલી આપ્યા છે.

પોલેન્ડ- રશિયાની સાથે લડાઈમાં યુક્રેનને હથિયાર આપવાનું વચન આપ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે અમેરિકા-બ્રિટન સહિત ૨૮ દેશોએ હથિયાર આપવાનું વચન આપ્યું છે.

Peace Tower, Ottawa Ukraine

તેમણે કહ્યું કે, દેશમાં અમારે રશિયાનો સામનો કરવા માટે હથિયાર અને બીજા સૈન્ય ઉપકરણ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.