Western Times News

Gujarati News

યુક્રેન તુર્કી પાસેથી મળેલા ટચૂકડા ઘાતક હથિયારથી રશિયાના નાકમાં દમ લાવી રહ્યું છે

નવીદિલ્હી, યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં રશિયા હવે મોટા હથિયારોનો ઉપયોગ કરવા લાગ્યું છે. યુક્રેનના મોટા શહેરો પર મિસાઈલથી હુમલા થઈ રહ્યા છે. આ હુમલાનો યુક્રેન પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે.

રશિયા વિરુદ્ધ જંગમાં યુક્રેન તુર્કીના ખતરનાક ફાઈટર ડ્રોન બેયરેકતાર ટીબી-૨નો પણ ઉપયોગ કરી રહ્યું છે. આ હથિયારની મદદથી યુક્રેને રશિયાની તેલ ભરેલી આખી ટ્રેન ઉડાવી દીધી. આ એ જ ટ્રેન હતી જે રશિયાની સેનાને ઈંધણ સપ્લાય કરવા જઈ રહી હતી. આ ઉપરાંત યુક્રેનના મીડિયાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે રશિયાની આર્મીના એક સમગ્ર કોલમને પણ તબાહ કરી નાખી છે.

બેયરેકતાર નામના આ ડ્રોન સૌથી ઘાતક હથિયારોમાંથી એક ગણાય છે. દુશ્મન દેશની સેના જ્યારે આ ડ્રોનને આકાશમાં ઉડતા જુએ છે ત્યારે ખળભળાટ મચી જાય છે.

ગત વર્ષે અર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે નાગાર્નો-કારાબાખ યુદ્ધ દરમિયાન તુર્કીમાં બનેલા આ ફાઈટર ડ્રોને અર્મેનિયાની સેનાને પત્તાની જેમ વેરવિખેર કરી નાખી હતી. રિપોર્ટનું માનીએ તો યુક્રેનની સેના પણ હવે તેનો ઉપયોગ કરી રહી છે. યુક્રેનની સેનાએ સાર્વજનિક રીતે તેના ઉપયોગના ફૂટેજ પણ બહાર પાડ્યા છે.

યુક્રેન તરફથી દાવો કરાઈ રહ્યો છે કે બેયરેકતારની મદદથી તેણે રશિયાની એક તેલની આખી ટ્રેન ઉડાવી દીધી. ખારકિવ પાસે પણ આ ડ્રોને રશિયાની સેનામાં ભીષણ તબાહી મચાવી છે. રશિયાની સેનાની એક આખી કોલમને તેણે નષ્ટ કરી છે.

બીજી બાજુ રશિયાની સમાચાર એજન્સીઓએ સેનાના હવાલે અનેક ટીબી-૨ ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે. યુક્રેને વર્ષ ૨૦૧૯માં તુર્કી પાસેથી આ ડ્રોન ખરીદવાના શરૂ કર્યા હતા.

બેયરેકતારને તુર્કીની ડિફેન્સ કંપની બેયકારે તૈયાર કર્યા છે. આ માનવરહિત ડ્રોન ટીબી-૨ ૧૩૮ માઈલ પ્રતિ કલાક (૨૨ કિમી પ્રતિ કલાક) ની ઝડપથી ઉડી શકે છે. તે પોતાની સાથે ચાર સ્માર્ટ મિસાઈલ કે ૩૩૦ પાઉન્ડ વિસ્ફોટક લઈ જઈ શકે છે. આ ડ્રોન ૧૮ હજાર ફૂટની ઊંચાઈ પર ઉડી શકે છે. યુક્રેન પાસે કેટલા બેયરેકતાર ડ્રોન છે તે તો હજુ સ્પષ્ટ નથી. પરંતુ જુલાઈ ૨૦૧૯માં યુક્રેને ૬ ડ્રોન ખરીદીનો સોદો કર્યો હતો.

ત્યારબાદ ૨૪ વધુ ડ્રોન ખરીદવાનો સોદો થયો હતો.દરમિયાન રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે એક પ્રતિનિધિમંડળ રશિયન અધિકારીઓને મળશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીના કાર્યાલયે ટેલિગ્રામ એપ પર જણાવ્યું હતું કે બેલારુસની સરહદ પર એક અચોક્કસ સ્થાન પર બંને પક્ષો મળશે. રાષ્ટ્રપતિ કાર્યાલયે બેઠક માટે ચોક્કસ સમયનો ઉલ્લેખ કર્યો નથી. રશિયાએ રવિવારે જાહેરાત કરી કે એક પ્રતિનિધિમંડળ મંત્રણા માટે બેલારુસ થઇ ગયું છે, તેના કલાકો બાદ યુક્રેન તરફથી આ પ્રતિક્રિયા આવી છે.

યુક્રેનના અધિકારીઓએ અગાઉ દરખાસ્તને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે મંત્રણા બેલારુસ બદલે બીજે ક્યાંક થવી જાેઈએ કારણ કે રશિયાએ બેલારુસમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન પરમાણુ ડિટરન્સ ફોર્સને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો.

તેમણે નાટોમાં સામેલ દેશોના ‘આક્રમક નિવેદનો’ના જવાબમાં આ આદેશ આપ્યો છે.અમેરિકા- બ્રિટન સહિત અનેક દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા છે. આ દેશ રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને હથિયારો આપી રહ્યા છે. પરંતુ દુનિયા પર હજુ પણ પરમાણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ન્યૂક્લિયર ફોર્સને અલર્ટ કરી દીધી છે. જેના જવાબમાં પરમાણુ નિગરાણી એજન્સીએ એક મહત્વની બેઠક યોજવાનો ર્નિણય લીધો છે. યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયા પર અનેક દેશોએ આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે અને તેની અસર પણ દેખાવવા લાગી છે.

રશિયાની કરન્સી રૂબેલમાં ૩૦ ટકાનો કડાકો જાેવા મળ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ દેશના રક્ષામંત્રી સાથે એક તસવીર શેર કરી છે અને કહ્યું કે અમે ૮૫ કલાકથી ડટેલા છીએ. કોઈ પણ કિંમતે અમે હથિયારો હેઠા મૂકવા તૈયાર નથી.

યુક્રેનની રાજધાની કિવ તરફથી રશિયાની સેનાનો ૫ કિલોીટર લાંબો કાફલો ઝડપથી આગળ વધી રહ્યો છે. કિવ પર રશિયાની સેનાની કબજાની તૈયારી છે. રશિયાની સેના સામે યુક્રેન ઝૂકવા માટે તૈયાર નથી. યુક્રેનની સેનાએ ડ્રોનથી રશિયાની મિસાઈલ સિસ્ટમને ટાર્ગેટ કરી છે. આ બાજુ અનેક રશિયન બેંકોને બેંકિંગ સિસ્ટમથી હટાવવા પર સહમતિ બની ગઈ છે. રશિયાના સેન્ટ્રલ બેંક ઉપર પણ કેટલાક પ્રતિબંધ લાગી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.