Western Times News

Gujarati News

ફરહાને લગ્ન કરતાં ટ્રોલ થઈ પૂર્વ પત્ની અધુના ભબાની

મુંબઇ, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ૧૯મી ફેબ્રુઆરીના રોજ ખંડાલામાં લગ્ન કર્યા હતા. લગ્ન થયા ત્યારથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ જ્યાં એક તરફ ફરહાન અને શિબાની પર પ્રેમ વરસાવી રહ્યા છે, ત્યાં ફરહાનની પૂર્વ પત્ની અધુના ભબાની પર ટ્રોલ્સે અટેક કર્યો હોય તેમ લાગી રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં અધુના ભબાનીએ સોશિયલ મીડિયા પર નકારાત્મકતા ફેલાવી રહેલા યૂઝર્સને બ્લોક કરવાની કડક ધમકી આપી છે. અધુનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે ‘જેમની પાસે અહીં કંઈક પોઝિટિવ આપવા માટે નથી તેમને હું સીધા બ્લોક કરી રહી છું.

અધુના ભબાનીની પોસ્ટ પર કોમેન્ટ કરીને કેટલાકે તેને સપોર્ટ પણ આપ્યો છે. પ્રીતી ઝિંટાએ લખ્યું છે ‘કોવિડ પોઝિટિવ સિવાય મને આશા છે. લવ યુ બેબ. તો મનીષા કોયરાલાએ હાર્ટ ઈમોજી મૂક્યા છે. આ સિવાય અધુના કેટલાક ફોલોઅર્સે પણ તેને સપોર્ટ આપ્યો છે.

અધુના ભબાની અને ફરહાન અખ્તરે વર્ષ ૨૦૦૦માં લગ્ન કર્યા હતા અને ૨૦૧૬માં તેઓ અલગ થયા હતા. ૨૦૧૭માં કોર્ટે તેમના ડિવોર્સ મંજૂર કર્યા હતા. એક્સ-કપલને શાક્યા અને અકિરા નામની બે દીકરીઓ છે. ચાર વર્ષ સુધી ડેટ કર્યા બાદ, ફરહાન અખ્તરે શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા હતા. જે એક્ટરના ફાર્મહાઉસ પર યોજાયા હતા. ફરહાન અને શિબાનીના લગ્નમાં શાક્યા અને અકિરા બંનેએ હાજરી આપી હતી.

ફરહાન અખ્તરના ઘરે જ શિબાની દાંડેકરની મહેંદી સેરેમની યોજાઈ હતી. સેલિબ્રેશનમાંથી અમૂલ્ય તસવીરો શેર કરીને એક્ટ્રેસે લખ્યું હતું ‘મારી ખાસ મિત્રો, મારી બહેનો, મારી રક્ષકો, મારી લાઈફલાઈને મારા માટે અદ્દભુત મહેંદી સેરેમની યોજી. મને રૂમમાં પ્રેમ અને એનર્જી અનુભવાય જે ભાગ્યે જ અનુભવાય છે.

તમે બંને મને જાણ છે ત્યાં સુધી ઘણા સમયથી આ ઈચ્છતી હતી અને તમારું સપનું સાચુ પડ્યું છે! તમારો પ્રેમ અને પ્રામાણિકતાને વર્ણવવા માટે શબ્દો નથી. માત્ર ખુશીના આંસુ. આના માટે આભાર! આ યાદોની હંમેશા ઉજાણી કરીશ! લગ્ન બાદ શિબાની દાંડેકરે ઈન્સ્ટાગ્રામ પર તેના ટેટૂને દેખાડતી કેટલીક તસવીરો શેર કરી હતી. તેણે પોતાના હાથમાં રોમન નંબરમાં તેની વેડિંગ ડેટ લખાવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.