Western Times News

Gujarati News

BSF કેમ્પમાં કોન્સ્ટેબલે કરેલું અંધાધૂંધ ફાયરિંગ

અમૃતસર, અમૃતસરમાં બીએસએફ હેડક્વાર્ટરમાં ફાયરિંગની ઘટનાથી કેમ્પમાં ખળભળાટ મચી ગયો છે. તમામ ઘાયલોને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઘાયલ અને મૃતક જવાન કોન્સ્ટેબલ રેન્કના છે. બીએસએફ અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આરોપી સામે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. 5 people have died and 1 is hospitalized. The person who shot (Ct Satteppa S K) also received (bullet) injuries: Asif Jalal, BSF IG, Punjab Frontier, on firing by a BSF jawan in Amritsar

પંજાબના અમૃતસરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના હેડક્વાર્ટર પર ફાયરિંગની માહિતી છે. આ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મ્જીહ્લના એક જવાને કેમ્પની અંદર અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. આ સિવાય ઘણા જવાન પણ ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઘટના ખાસામાં આવેલ બીએસએફ હેડક્વાર્ટરમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મ્જીહ્લના જ એક જવાને કેમ્પમાં અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન આસપાસ હાજર અન્ય સૈનિકો માર્યા ગયા. જેમ તેમ કરીને ફાયરિંગ કરી રહેલા કોન્સ્ટેબલ પર કાબુ મેળવવામાં આવ્યો.

જેઓને ગોળી વાગી હતી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના હેડક્વાર્ટર ૧૪૪ બીએનના મેસમાં બની હતી. ફાયરિંગ કરનાર જવાનનું નામ સીટી સત્તેપ્પા એસ. છે. ફાયરિંગ સમયે જવાનો મેસમાં ભોજન કરી રહ્યા હતા.

આ ઘટનામાં ફાયરિંગ કરી રહેલો જવાન સીટી સત્તેપ્પા એસ પણ ઘાયલ થયો હતો. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર છે. સેનાના અધિકારીઓએ ગોળીબારની ઘટનાના તથ્યો જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્‌વાયરીનો આદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.