Western Times News

Gujarati News

રશિયા પરના પ્રતિબંધોથી ક્રૂડના ભાવ ૩૦૦ ડોલર પહોંચવા પુતિનની ચેતવણી

મોસ્કો, યુક્રેન સામેનું યુદ્ધ બંધ કરવા માટે રશિયા પર કોઈ દેશનું દબાણ ચાલતુ નથી. રશિયાને પાઠ ભણાવવા માટે અમેરિકા અને પશ્ચિમી દેશોએ તેના પર આર્થિક પ્રતિબંધો મુક્યા છે, પરંતુ તેનાથી પશ્ચિમી દેશોને જ ભારે ફટકો પડશે તેવી ચેતવણી રશિયાએ આપી છે.

રશિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે જાે તેને ગેસ અને ઓઈલનું વેચાણ કરવા દેવામાં નહીં આવે તો દુનિયામાં એક બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ ૩૦૦ ડોલર સુધી પહોંચી જશે. તેણે એમ પણ કહ્યું કે તે રશિયા-જર્મનીની મુખ્ય ગેસ પાઈપલાઈનને પણ બંધ કરી નાખશે જેના કારણે યુરોપના દેશો માટે ભયંકર સ્થિતિ સર્જાશે.

અમેરિકા અને યુરોપીયન દેશો રશિયાના ઓઈલ પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહ્યા છે તેવું બહાર આવ્યા બાદ ઓઈલનો ભાવ ૨૦૦૮ પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. યુદ્ધની અગાઉ એક બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ ૯૪ ડોલર હતો જે ગઈકાલે ૧૩૦થી ૧૩૯ ડોલર સુધી ગયો હતો.

રશિયાના ડેપ્યુટી વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે રશિયન ઓઈલનો સપ્લાય બંધ થવાથી ગ્લોબલ માર્કેટ માટે ભયંકર સ્થિતિ પેદા થશે. તેના કારણે ઓઈલનો ભાવ ૩૦૦ ડોલર સુધી પહોંચી શકે છે. નોવાકે કહ્યું કે યુરોપ રશિયા પાસેથી જે ઓઈલ મેળવે છે તેને રિપ્લેસ કરવામાં તેને એક વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. તેના માટે યુરોપના દેશોએ ઘણો ઊંચો ભાવ ચુકવવાની તૈયારી રાખવી પડશે.

તેમણે કહ્યું કે યુરોપીયન નેતાઓએ પોતાની પ્રજાને અંધારામાં રાખવી ન જાેઈએ અને સ્પષ્ટ રીતે જણાવી દેવું જાેઈએ કે ઓઈલ અને ગેસની કેવી તંગી પેદા થવાની છે. નોવાકે કહ્યું કે રશિયા મારફત યુરોપને ૪૦ ટકા ગેસ મળે છે. પરંતુ જર્મનીએ તેની ગેસ પાઈપલાઈનને સર્ટિફિકેશન આપવાની ના પાડ્યા પછી હવે તે પણ બદલાની કાર્યવાહી કરી શકે છે. ઓઇલના ભાવ ૧૦૦ ડોલરને પાર કરી ગયા ત્યારથી જ ભારતની ચિંતા અનેકગણી વધી ગઈ છે. રશિયાની ધમકી પ્રમાણે ઓઈલનો ભાવ ૩૦૦ ડોલર થઈ જાય તો તમામ ઇમર્જિંગ ઇકોનોમી માટે ટકવાનું અશક્ય બની જાય તેમ છે.

રશિયા ઉપરાંત ઇરાન પણ ઓઈલનો અગ્રણી નિકાસકાર દેશ છે. ઈરાન સાથે ડીલ થવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી ઈરાનનો સપ્લાય શરૂ થાય તેમાં મોડું કેપઃ થાય તેવી શક્યતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.