Western Times News

Gujarati News

નૌશાદ ફોર્બ્સનું ધી સ્ટ્રગલ એન્ડ પ્રોમીસ: રિસ્ટોરીંગ ઇન્ડિયાઝ પોટેન્શિયલ પુસ્તક લોન્ચ કરાયું

મુંબઈ, ફોર્બ્સ માર્શલના સહ-અધ્યક્ષ, સીઆઇઆઇના પૂર્વ પ્રમુખ અને સર્જનાત્મક વિચારક નૌશાદ ફોર્બ્સ દ્વારા તેમનું નવુ પુસ્તક ધી સ્ટ્રગલ એન્ડ પ્રોમીસઃ રિસ્ટોરીંગ ઇન્ડિયાઝ પોટેન્શિયલ રજૂ કરવામાં આવ્યું છે, જે ભારતની વિશ્વના આગેવાન બનવાની ક્ષમતા પરના રસપ્રદ તારણો રજૂ કરે છે.

આ પુસ્તક એવી દલીલ કરે છે ભારત અનેક પડકારોનો સામનો કરે છે, ત્યારે તે કેટલીક વિશષ્ટ શક્તિઓ પણ ધરાવે છે જેમાં વૈવિધ્યરૂપી સંસ્કૃતિ, સિદ્ધિઓ પર કેન્દ્રીત યુવા વસતી, ઘરેલુ સંસ્થાઓનો સમૂહ અને મજબૂત અને વૈવિધ્યતા ધરાવતા ખાનગી ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેની તરકીબ છે ઉદ્યોગ, સંસ્થાઓ અને નીતિ વચ્ચે સંતુલન પ્રાપ્ત કરવું.

હાર્પરકોલીન્સ દ્વારા પ્રકાશિત કરાયેલ પોતાના નવા પુસ્તકમાં, નૌશાદ વચનની શક્તિ પર અને પડકારો પર કેવી રીતે ધ્યાન આપવું તેની પર ભાર મુકે છે.
તેઓ ભારતીયોના સામૂહિક લક્ષ્યાંક તરીકે ઝડપી આર્થિક વૃદ્ધિ, નવીનતા, ડિઝાઇન, શિક્ષણ અને સંશોધનમાં રોકાણ કરવું, તબક્કાવાર સ્વતંત્ર સંસ્થાઓનું નિર્માણ કરવું અને ભારતની વિવિધ સંસ્કૃતિઓનો લાભ ઉઠાવવા જેવાને નિશાન બનાવતા કેટલીક શક્યતાઓ વિગતવાર દર્શાવે છે.

સીઆઇઆઇના ૨૦૧૬-૧૭માં પ્રમુખ તરીકે નૌશાદ દેશભરના ઉદ્યોગો, સરકાર અને વિવિધ વૈશ્વિક આગેવાનો સાથે સંપર્કમાં રહેતા હતા. જેણે તેમની એવી ખાતરીને વેગ આપ્યો હતો કે ભારત પાસે વિશિષ્ટ ક્ષમતાઓ છે, જેનો શાણપણપૂર્વક અને સારી રીતે લાભ ઉઠાવવામાં આવ્યો છે જે તેને વૈશ્વિક આગેવાન બનાવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.