Western Times News

Gujarati News

ક્રેડિટ સુઈસે ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કરતા અંડરવેઈટ કર્યું

નવી દિલ્હી, રશિયા-યુક્રેનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા ભડકાથી ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ‘દાઝ્‌યા પર ડામ’ જેવી થઇ રહી છે. ક્રૂડ ઓઇલની પ્રતિકુળ અસરોને ધ્યાનમાં રાખી વૈશ્વિક રેટિંગ એજન્સી ક્રેડિટ સુઈસે ભારતીય અર્થતંત્રનું રેટિંગ ‘ઓવરવેઈટ’ થી ડાઉનગ્રેડ કરીને ‘અંડરવેઈટ’ કર્યુ છે.

રશિયામાંથી સપ્લાય અટકવાની દહેશતે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઉછળીને ૧૪૦ ડોલર પ્રતિ બેરલની ૧૪ વર્ષની ઉંચી સપાટીને વટાવી ગઇ છે.
ક્રૂડ ઓઇલમાં લાલચોળ તેજી અને રૂપિયાના મૂલ્યમાં ઘોવાણથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધીને રૂ.૨૦૦ પ્રતિ લિટર થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ક્રેડિટ સુઈસે જણાવ્યુ કે, ભારતના રેટિંગમાં કરાયેલુ ડાઉનગ્રેડ એ ‘વ્યૂહાત્મક’ છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઉછાળાને લીધે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો ભારતની રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધની સમસ્યાને ગંભીર બનાવશે તેમજ શેરબજારમાં મોટુ દબાણ ઉભુ કરશે. ઉપરાંત ક્રૂડ, મેટલ અને ખાદ્યચીજાેના ભાવ આસમાને પહોંચતા સમગ્ર દુનિયામાં મોંઘવારી માઝા મૂકશે તેવી અટકળો અમેરિકાની મધ્યસ્થ બેન્કે ઝડપથી વ્યાજદરમાં વધારો કરવા માટે ફરજ પડી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.