Western Times News

Gujarati News

જામનગરની પેઢીનો સુપરવાઈઝર ૮ લાખની ઉચાપત કરી ફરાર

પ્રતિકાત્મક

જામનગર, જામનગરના દરેડ જીઆઈડીસીમાં ઓનલાઈન શોપિંગના વ્યવસાય ચલાવતા ફલીપકાર્ડ કંપનીના પેટા કોન્ટ્રાકટર કંપની એઈમ લોજીસ્ટીક સર્વિસ કે જે દરેડ જીઆઈડીસીમાં બ્રાન્ચ ધરાવે છે

અને આ બ્રાન્ચના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા એઝાઝ હનિફભાઈ દરેસ નામના શખસે જુદા-જુદા ગ્રાહકોને માલ-સામાન પહોંચાડયા બાદ તેની કેશ ઓન ડિલેવરી મારફતે રોકડ રકમ એકત્રીત કરવાની થતી હતી.

જે ડિસેમ્બર ર૦ર૧ અને જાન્યુઆરી રર એમ બે મહિનાના સમયગાળામાં જુદા-જુદા ગ્રાહકોને ચીજવસ્તુઓની ડિલીવરી કર્યા પછી રૂા.૮,૧પ,૬૪રની રકમ મેળવી લઈ આ રકમ કંપનીમાં જમા નહીં કરાવી પોતાના અંગત ખાતામાં ઉપયોગમાં લઈ નાસી છૂટ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ શખ્સની શોધખોળ આરંભી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.