Western Times News

Gujarati News

ભારતે યુક્રેનમાં વાયુસેનાના બે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલી

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ભારતે યુક્રેન તરફ મદદનો હાથ લંબાવ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા સતત યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. જેના કારણે જનતાને  ભારે  હાલાકી ભોગવવી પડે છે. હાલમાં યુક્રેનની મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતે તેની મદદ માટે રાહત સામગ્રી મોકલવાનો ર્નિણય લીધો છે.

ભારતીય  વાયુસેના યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સતત બહાર કાઢી રહી છે, આ દરમિયાન વિદેશ મંત્રાલયએ ગુરુવારે  જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના  દ્વારા શુક્રવારે માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે યુક્રેનને વધુ બે ભાગમાં  મદદ કરતા  દવાઓ, તબીબી સાધનો, રાહત સામગ્રી વગેરે મોકલવામાં આવી છે.

વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે  એક ફ્લાઈટની મદદથી ૬ ટન  સામગ્રી રોમાનિયા લઈ જવામાં આવી હતી જ્યારે બીજી  ફ્લાઈટમાં ૯ ટન સામગ્રી સ્લોવાકિયા લઈ જવામાં આવી હતી.  વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પહેલા પણ માનવતાવાદી સહાયના ચાર ભાગમાં મોકલવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાકમાં ૧૬  ફ્લાઈટ્‌સ ભારત આવવાની છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.