Western Times News

Gujarati News

પંજાબમાં ચાલી ગયો ઝાડુનો જાદુ, ટ્રેન્ડમાં મળ્યો સ્પષ્ટ બહુમત

ચંડીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે ૮ વાગે શરૂ થઈ ગઈ. પંજાબની કુલ ૧૧૭ વિધાનસભા બેઠકો માટે આજે ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર પંજાબમાં કોંગ્રેસ ૧૩,અકાલી ૦૯,આપ ૮૯,ભાજપ ૦૫,અધર્સ ૧ આગળ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીએ ટ્રેન્ડમાં ૫૦નો આંકડો તો પાર કરી લીધો જ્યારે કોંગ્રેસ ૩૮ બેઠકો પર આગળ છે. ભાજપ ફક્ત ૬ બેઠકો પર આગળ છે. આ ઉપરાંત અકાલી દળ તથા સહયોગીઓ ૨૦ બેઠકો પર આગળ છે. કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતો જાેવા મળી રહ્યો નથી.

ભદૌર બેઠકથી મેદાનમાં ઉતરેલા સીએમ ચન્ની હાલ ત્યાં પાછળ છે. જ્યારે ચમકૌર સાહિબ સીટથી તેઓ આગળ છે. સીએમ ચન્ની બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. લંબી સીટથી પ્રકાશ સિંહ બાદલ આગળ છે. જ્યારે નવજાેત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી આગળ છે. તેમના વિરુદ્ધ મેદાનમાં બિક્રમ મજીઠિયા છે.

પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટી સૌથી આગળ છે. પાર્ટી જીતને લઈને સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે. પંજાબ વિધાનસભા ચૂંટણીની ૧૧૭ બેઠકો પર ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. ચૂંટણીમાં કુલ ૧૩૦૪ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી ૧૨૦૯ પુરુષ અને ૯૩ મહિલા ઉમેદવારો છે. જ્યારે બે ઉમેદવાર ટ્રાન્સજેન્ડર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.