Western Times News

Gujarati News

શેરબજાર જોરદાર ઉછાળા સાથે ખુલ્યું

મુંબઇ, ગુરુવારે એશિયન શેરબજારોમાં જાેરદાર ઉછાળા સાથે ભારતીય શેરબજારો જાેરદાર મોમેન્ટમ સાથે ખુલ્યા છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૧૫૦ પોઈન્ટના વધારા સાથે ૫૫,૮૦૯ પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૧૧ પોઈન્ટના વધારા સાથે ૧૬,૭૫૭ પર ટ્રેડિંગ ખોલ્યો હતો. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે, જે ભાજપના સારા પ્રદર્શનનો ટ્રેન્ડ દેખાઈ રહી છે, તેનો ફાયદો પણ બજારને જાેવા મળી રહ્યો છે.

બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા રિયલ એસ્ટેટ, એનર્જી જેવા ક્ષેત્રોમાં શેરબજારમાં જાેરદાર વૃદ્ધિ જાેવા મળી રહી છે. સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં જાેરદાર ખરીદારી જાેવા મળી રહી છે. મેટલ્સ એકમાત્ર સેક્ટર છે જેમાં વેચવાલી જાેવા મળી રહી છે. સેન્સેક્સના તમામ ૩૦ શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૬ શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે ૪ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.