Western Times News

Gujarati News

ભગવંત માન લોકપ્રિય કૉમેડિયનથી લઈ પંજાબના મુખ્યમંત્રી બનશે

ચંડીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ના રિઝલ્ટ લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યાં છે. આમ આદમી પાર્ટીને પંજાબમાં પ્રચંડ બહુમતી જાેવા મળી રહી છે. પંજાબની ૧૧૭ વિધાનસભા સીટમાંથી ૯૧ સીટ પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. કોંગ્રેસે ૧૭ સીટથી જ સંતોષ માનવો પડશે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત નક્કી થતાં જ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ભગવંત માન ચર્ચાઓમાં આવી ગયા છે.

ધુરી સીટથી આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ભગવંત માન ૫૦ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સૌકોઈ ભગવંત માન વિશે જાણવા માંગે છે, તો આવો જાણીએ રાજનીતિમાં આવતા પહેલાં ભગવંત માન શું કરતા હતા, તેઓ કેટલું ભણેલા છે અને તેમની શરૂઆતી જિંદગી કેવી હતી.

આમ આદમી પાર્ટીના ભગવંત માને લોકપ્રિય કૉમેડિયનથી લઈ પંજાબમાં રાજનૈતિક પદ પર બિરાજમાન થવા સુધી, રાજનીતિમાં લાંબી સફર ખેડી છે. ૪૮ વર્ષીય ભગવંત માન પંજાબના તાત્કાલિન સાંસદ પણ છે. તેઓ મે ૨૦૧૪માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર પંજાબની લોકસભા સીટ સંગરુરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા.

રાજનીતિમાં આવતા પહેલાં ભગવંત માન પંજાબના મશહૂર કૉમેડિયન અને અભિનેતા હતા. દેશના મશહૂર કૉમેડિયન કપિલ શર્મા સાથે ધી ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામનો એક લોકપ્રિય ટેલિવિઝન કૉમેડી પ્રતિયોગિતામાં ભગવંત માન જાેવા મળ્યા હતા.

ભગવંત માનનો જન્મ ૧૭ ઓક્ટોબર ૧૯૭૩ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો. ભગવંત માનના પિતાનું નામ મોહિંદર સિંહ છે અને તેમની માતાનું નામ હરપાલ કૌર છે. ભગવંત માન પંજાબના જાટ સિખ પરિવારથી છે. ભગવંત માને શહીદ ઉધમ સિંહ ગવર્નમેંટ કોલેજ, સુનામથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. ભગવંત માને સ્નાતકમાં બીકૉમ કર્યું છે. જાે કે ચૂંટણી સોગંધનામામાં ભગવંત માને જાણકારી આપી છે કે તેઓ ૧૨ પાસ છે.

જેમણે ચૂંટણી એફીડેવીટમાં જણાવ્યું કે વર્ષ ૧૯૯૨માં શહીદ ઉધમ સિંહ ગવર્નમેંટ કોલમાં બીકો કરવા માટે તેમણે એડમિશન તો લીધું હતું પરંતુ અભ્યાસ પૂરો નહોતા કરી શક્યા.

ભગવંત માને ઈન્દ્રપ્રીત કૌર સાથે લગ્ન કર્યાં હતાં. દંપતિને બે સંતાન છે. પરંતુ ભગવંત માન અને ઈંદ્રપ્રીત કૌરના લગ્ન લાંબા સમય ના ટકી શક્યાં અને ૨૦૧૫માં તે બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. તે પછી ભગવંત માને બીજાં લગ્ન નથી કર્યાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.