Western Times News

Gujarati News

છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં ડેન્ગ્યુ- ચીકનગુનિઆના કેસમાં ત્રણથી ચાર ગણો વધારો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં લગભગ પોણા બે વર્ષ સુધી કોરોનાનો આતંક રહયો છે. કોરોનાની આડમાં પરંપરાગત કહી શકાય તેવા જીવલેણ રોગચાળા સામે મ્યુનિ. વહીવટીતંત્ર અને સતાધીશોએ આંખ આડા કાન કર્યા હતા.

શહેરમાં છેલ્લા એક વર્ષમાં ડેન્ગયુ, ચીકનગુનિયા, કોલેરા, ઝેરી મેલેરીયા, કમળા જેવા રોગના કેસ લગભગ બમણા થયા છે. ખાસ કરીને કોલેરાના કેસમાં ૬૦૦ ટકા જેટલો ચિંતાજનક હદે વધારો થયો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગ કોરોનાની ૈમાયાજાળ”માં વ્યસ્ત હોવાથી મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા પુરતી કાર્યવાહી કરી શકયા નથી.

સ્માર્ટસીટી અમદાવામદાં ર૦ર૧ના વર્ષમાં કોરોનાની સાથે સાથે ડેન્ગયુ અને ચીકનગુનિયાનો પણ આતંક જાેવા મળ્યો હતો. ર૦ર૦ના વર્ષ દરમ્યાન ડેન્ગયુના માત્ર ૪૩૦ કેસ નોંધાયા હતા જેની સામે ર૦ર૧ના વર્ષમાં ડેન્ગયુના ૩૧૦૪ કેસ કન્ફર્મ થયા હતા મતલબ ર૦ર૦ કરતા ર૦ર૧માં ડેન્ગયુના કેસમાં સાતગણો વધારો થયો હતો.

તેવી જ રીતે ર૦ર૦ના વર્ષમાં ચીકનગુનિઆના ૯ર૩ કેસ નોંધાયા હતા જયારે ર૦૧૯માં ચીકનગુનિઆના માત્ર ૧૮૩ કેસ જાહેર થયા હતા. ર૦૧૯ની સરખામણીમાં ર૦ર૧માં ચીકનગુનિઆના કેસમાં લગભગ દસ ગણો વધારો જાેવા મળ્યો હતો. ર૦ર૧માં ચીકનગુનિઆના ૧૭પ૪ કેસ નોંધાયા હતા.

ર૦રરના પ્રથમ બે મહીનામાં ચીકનગુનિઆના ૮૦ કેસ નોંધાયા છે. ર૦ર૦ના વર્ષમાં ઝેરી મેલેરીયાના ૬૪ કેસ નોંધાયા હતા જેની સામે ર૦ર૧માં ઝેરી મેલેરીયાના બમણા કેસ કન્ફર્મ થયા હતા. ર૦ર૧માં ઝેરી મેલેરીયાના ૧૩૮ તથા સાદા મેલેરીયાના ૯૮૭ કેસ નોંધાયા હતા.

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો પણ લગભગ કાયમી બની ગયો છે. ર૦ર૦માં કમળાના ૬૬૪ની સામે ર૦ર૧માં ૧૪૩૯ કેસ નોધાયા હતા. જયારે ર૦રરના પ્રથમ બે મહીનામાં જ કમળાના રરપ કેસ નોધાયા છે. ર૦ર૦ની સરખામણીએ ટાઈફોઈડ અને ઝાડા ઉલ્ટીના કેસમાં લગભગ દોઢ ગણો વધારો થયો છે. જયારે કોલેરાના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે.

ર૦ર૦માં કોલેરાના “શૂન્ય” કેસ નોધાયા હતા જેની સામે ર૦ર૧માં કોલેરાના ૬૪ કેસ કન્ફર્મ થયા છે. જેના કારણે તંત્ર દોડતુ થયુ હતું. માર્ચ- ર૦ર૦થી ર૦ર૧ના અંત સુધી કોરોનાનો આતંક ચરમસીમાએ જાેવા મળ્યો હતો જેના કારણે તંત્ર દ્વારા મચ્છર અને પાણીજન્ય રોગચાળા તરફ પૂરતુ ધ્યાન આપવામાં આવ્યુ નથી. મ્યુનિ. મેલેરીયા વિભાગની કામગીરી સતત નિષ્ફળ સાબિત થઈ રહી છે જયારે હેલ્થ ફલાઈંગ સ્કવોર્ડની કામગીરી પણ શૂન્ય બરાબર રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.