Western Times News

Gujarati News

વોશિંગ્ટનમાં ગુજરાતી ડૉક્ટરની હત્યા કરી કાર લઈ ટોળકી ફરાર

વોશિગ્ટન, અમેરિકાના શહેર વૉશિંગ્ટનથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગુજરાતી મૂળના ૩૩ વર્ષીય ડોક્ટર રાકેશ પટેલની એક ટોળકી દ્વારા હત્યા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી મૂળના રાકેશ પટલે પોતાની પ્રેમિકાને મળવા મર્સિડિઝ કારમાંથી બહાર નીકળ્યા હતા. તેઓ જેવા બહાર નીકળ્યા તરત જ તસ્કરોની એક ટોળકીએ તેમના પર હુમલો કર્યો હતો. તેમમણે રાકેશ પટેલ સાથે હાથાપાઈ કરી હતી અને તેને બોનેટ પર ચઢાવી દીધા હતા.

તસ્કરો મૂળ કાર ચોરી કરવાના ઈરાદાથી આવ્યા હતા. રાકેશ પટેલને બોનેટ પર ચઢાવીને તેઓ મર્સિડીઝ લઈને ભાગી રહ્યા હતા. રાકેશ પટેલ બોનેટ પરથી નીચે પડી ગયા હતા. તસ્કરોએ કાર રાકેશ પટેલ પર ફેરવી દીધી હતી. ગર્લફ્રેન્ડની નજર સામે જ ૩૩ વર્ષના રાકેશ પટેલે જીવ ગુમાવ્યો હતો. રાકેશ પટેલે ત્યાં ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા.

આ ઘટના સામે આવ્યા પછી વોશિંગ્ટનમાં રહેતા ભારતીયો તેમજ ત્યાંના લોકોમાં ખૂબ ચર્ચા જાગી હતી. લોકોએ આ ઘટનાને વખોડી કાઢી છે અને સાથે જ સુરક્ષા એજન્સીઓને પણ જવાબદાર ઠેરવી છે. વોશિંગ્ટન પોલીસ દ્વારા પણ તસ્કરોને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

વોશિંગ્ટન પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે આ તસ્કરોની જાણકારી આપશે તેમને ૨૫ હજાર ડોલરનું ઈનામ આપવામાં આવશે. લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તસ્કરોની આ ટોળકીને વહેલીતકે પકડી લેવામાં આવે. પોલીસ દ્વારા કાર તો જપ્ત કરવામાં આવી છે પરંતુ ટોળકી કાર મૂકીને ફરાર થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ડોક્ટર રાકેશ પટેલ વોશિંગ્ટનની મેડસ્ટાર હોસ્પિટલમાં કાર્યરત હતા. તેઓ ક્રિટિકલ કેર વિભાગમાં નિષ્ણાંત હતા. લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે એક કાર માટે કોઈ માણસની હત્યા કરવામાં આવે તે ઘણી જ નિંદનીય બાબત છે. વોશિંગ્ટન પોલીસ તસ્કરોની ટોળકીને પકડવામાં લાગી ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.